પાટણ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:58:14
  • Views : 555
  • Modified Date : 2019-05-05 11:58:14

જિલ્લા રોજગાર કચેરી, પાટણ દ્વારા પાટણ જિલ્લામાં વિવિધ તાલુકા, મથકોએ નામ નોંધણી, રીન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર વાંચ્છું ઉમેદવારોની નામ નોંધણી, રીન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પ તા.૧૨-૦૫-૧૯ના રોજ તાલુકા પંચાયત કચેરી, સિધ્ધપુર ખાતે, તા.૧૪-૫-૧૯ના રોજ તાલુકા પંચાયત કચેરી, ચાણસ્મા ખાતે, તા.૧૭-૦૫-૧૯ના રોજ ગ્રામ પંચાયત કચેરી, સાંતલપુર ખાતે અને તા.૨૨-૦૫-૧૯ના રોજ તાલુકા પંચાયત કચેરી, રાધનપુર ખાતે યોજવામાં આવશે. જો જાહેર રજા હોય તો તે પછીના દિવસે નામ નોંધણી કેમ્પ યોજાશે. નામ નોંધણી માટે આવનાર ઉમેદવારોએ એલ.સી. તથા જો અનામત જાતિમાં આવતા હોય તો સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો તથા શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ અને ઇ-મેઇલ આઇડી બનાવી સાથે લાવવા જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું. 


Download Our B K News Today App



Related News