સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા ૮૫૦ બાળકોને સ્લીપર વિતરણ કરવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:15:32
  • Views : 419
  • Modified Date : 2019-05-05 11:15:32

સદ્‌ભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અમીરગઢ વિસ્તારની  શાળઓના બાળકોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે માટે ખુલ્લા પગે ફરતા ૮૫૦ બાળકોને સ્લીપર વિતરણ કરવામાં આવ્યું. ગતરોજ કરમદી, ગુડા અને ડાભચતરા શાળાના બાળકોને  તેમના દ્વારે તેમની શાળામાં જઈને તેમના પગના માપના પ્રમાણે શહેરી વિસ્તારના બાળકો પહેરે એવી ગુણવતાના સ્લીપર વિતરણ કરવામાં આવ્યા હતા. આ બાળકો આવી ૪૫ ડિગ્રી તાપમાનની ગરમીમાં પણ ખુલ્લા પગે શાળામાં અભ્યાસ અર્થે આવતા હતા. એમની મુશ્કેલી સમજી સદભાવના ગ્રુપના યુવાનો પાલનપુરથી ઉચ્ચ ગુણવત્તા વાળા સ્લીપર ખરીદ કરી તેમના પગમાં પહેરાવ્યા હતા. અમુક બાળકો એવા પણ હતા કે લાંબા ટાઇમથી ખુલ્લા પગે ફરવાના કારણે એમના પગના તળિયામાં નાની ખીલી જેવા રીતસરના કાણા પડી ગયેલા પણ માલુમ પડયા.અત્રે ઉલ્લેખનીય છે કે  ભૂતકાળમાં પણ આ શાળાઓમાં શિયાળાની ઋતુમાં સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. સ્લીપર વિતરણ કર્યા બાદ પરિવારિક  ભાવનાથી સદભાવના ગ્રુપના સૌ યુવાનોને ગામના આદિવાસી લોકોએ ભોજન માટે પણ પોતાના ઘરે લઇ ગયા હતા. જ્યાં યુવાનોએ સાથે બેસી ગામડાનો મકાઈનો રોટલો અને દાળનું ભોજન લીધું હતું. સમગ્ર કાર્યક્રમ આત્મિયસભર બની રહેવા પામ્યો હતો.ગતરોજ આ કાર્યક્રમમાં સદભાવના ગ્રુપના ચેરમેન   હરેશભાઇ ચૌધરી, સાગરભાઈ જાની, કૃણાલ પટેલ, હિતેષભાઇ ધૂળિયા, આશિષ પઢિયાર, જગદીશ કોરોટા, અનિલ ચૌધરી, હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા.

 

Download Our B K News Today App



Related News