થરાદ ખાતે શારદા વિદ્યામંદિરના નવા મકાનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:53:05
  • Views : 540
  • Modified Date : 2019-05-05 11:53:05

થરાદ રામનગર સોસાયટી, મીઠા રોડ ખાતે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યામંદિર થરાદની ખાનગી પ્રા. શાળાના આજરોજ નવા મકાનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને તમામ આધુનિક સુવિધા મળી રહે તેથી સગવડો ઉભી કરવામાં આવી. તેમજ થરાદ ન.પા.ના કારોબારી ચેરમેન થરાદ રાજવી અર્જુનસિંહ વાઘેલાના વરદ હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. તેમજ આ પ્રસંગે થરાદ તાલુકા પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણ, એપીએમસીના વાઈસ ચેરમેન કરણસિંહ ચૌહાણ, જબરસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ માધુ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, તેમજ મહેમાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. તેમજ શાળાના આચાર્ય ખુમાનસિંહ ચૌહાણ અને શાળાના શિક્ષકગણ સ્ટાફે તમામ કાર્યોનું આયોજન કર્યુ હતું.


Download Our B K News Today App



Related News