CM રૂપાણીએ ઓડિશામાં રાહત કાર્ય માટે રૂપિયા 5 કરોડની સહાય આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 15:10:58
  • Views : 429
  • Modified Date : 2019-05-05 15:10:58

સદીના સૌથી ભયાનક વાવાઝોડા બાદ ઓડિશાની સ્થિતિ કફોડી છે. ઠેરઠેર કાટમાળ પડ્યો છે અને તબાહીના દૃશ્યો સામે આવી રહ્યાં છે. વિશ્વના સૌથી મોટા બચાવ કાર્યના ભાગરૂપે અગમચેતીથી 11 લાખ લોકોનું સ્થળાંતર કરાયું હોવા છતાં ફાની વાવાઝોડાએ રાજ્યમાં 16 લોકોનો જીવ લીધો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ઓડિશામાં 1 કરોડ લોકોનું જીવન ફાનીના કારણે પ્રભાવિત થયું છે. આ સ્થિતિમાં ઓડિશાને સહાયની જરૂરિયાત હોવાથી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી રૂપિયા 5 કરોડની જાહેરાતનું એલાન કર્યુ છે.
અગાઉ વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી ફાની બાદના રાહત કાર્ય માટે રૂપિયા 1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી સોમવારે ફાની પ્રભાવિત ઓડિશાની મુલાકાત લેશે. ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ ફાનીના કારણે ખાના ખરાબી થઈ છે તેમ છતાં જાનહાનિના સમાચાર નથી.ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે મૃતાંક વધીને 16 થયો છે. ઓડિશાના આશરે 10,000 ગામડા અવને 52 શહેરી વિસ્તારોમાં રાહત અને પુનર્વસનનું કામ શરૂ છે. આ વાવાઝોડાથી કારણે આશરે 1 કરોડો લોકો પ્રભાવિત થયા છે.અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઓડિશાના મયુર ભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.ઓડિશામાં ચક્રવાતી તોફાન ફાનીના કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, સારી બાબત એ છે કે સમયસર ઓડિશાના લગભગ 10,000 ગામો અને 52 શહેરી વિસ્તારોમાં બચાવ અને રાહતનું કામ ચાલુ છે. ઓડિશાશના હજારો લોકોનો જીવ બચાવવાની પાછળ ISROની ભૂમિકાના પણ બહુ વખાણ કરવામાં આવી રહ્યા છે. ISROના સેટેલાઇટે જો સમયસર આ તોફાનની ઓળખ ન કરી હોત તો કદાચ સ્થિતિ બગડી શકતી હતી.

Download Our B K News Today App



Related News