ગુજરાત
Recent News of ગુજરાત
પાટણમાં મસુદ અઝહરને આતંકવાદી જાહેર કરાતા આતશબાજી
મોદી હૈ તો મુમકીન હૈ ના નારા સાથે ગુરૂવારના રોજ પાટણ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા પુલવામા આતંકવાદી હુમલાનાં માસ્ટર માઇન્ડ મસુદ અઝહરને યુ.એન. દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવતાં બગવાડા દરવાજા ખાતે આતશબાજી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કોંગ્રેસની માંગ નહિ સંતોષાય તો આંદોલન કરવાની માંગ સાથે આવેદનત્ર આપ્યુ
પાણીની પાઇપલાઇન બંધ કરવાનું અલ્ટીમેટમ ગતરોજ પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું છે
યાત્રાધામ અંબાજીમાં ટુ વ્હીલર ચાલકોનો ભારે ત્રાસ
અંબાજી પોલીસ અને ટ્રાફિક વિભાગ તરફથી તાત્કાલિક આવા ઓવરસ્પીડમાં ફરતા ટુ વ્હીલર ચાલકો પર કાયદેસર કાર્યવાહી કરી આરટીઓ પાલનપુરનો મેમો આપવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. અંબાજીમાં નાની નાની ઉમરના છોકરાઓ વગર લાયસન્સે ટુ વ્હીલર ઓવરસ્પીડમાં ચલાવી રહ્યા છે અને નવી મુસીબત ઉભી કરી રહ્યા છે. ત્યારે ટ્રાફિક વિભાગ તરફથી અંબાજીના વિવિધ માર્ગો પર તમામ ટુ વ્હીલરનું કડક ચેકીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નિવૃત્ત પ્રોફેસર્સને સેટ ઓફ કર્યા બાદ પેન્શન ચૂકવવા માટે હુકમ
ગુજરાત હાઈકોર્ટે સીપીએફ માટે વિકલ્પને પસંદ કરનારા નિવૃત્ત પ્રોફેસરોને પેન્શન નહી આપવાનો નિર્ણય રદ કર્યો
ઉચરપીમાં શાળા સામે ક્ચરાના ઢગલામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી
આગ ઓલવાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો
પાલનપુરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં ત્રણ ઝડપાયા
આ સપ્તાહમાં જ આર.આર.સેલની ટીમે પાલનપુરની પરફેક્ટ સોસાયટીમાંથી સટ્ટો રમતાં નબીરાઓને ઝડપી લીધા હતા. જેની તપાસ ચાલી રહી છે. ત્યાં પાલનપુરના ખોડા લીમડા કુંજ ગલીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હોવાની બાતમી
છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં ૪૦૪૮ વૃક્ષોનું નિકંદન થયું
ગ્રીનરી મામલે અમદાવાદ ગુજરાતના વડોદરા, રાજકોટ અને ભાવનગર કરતાં પણ પાછળ રહ્યું : ચિંતાજનક સ્થિતિ
ધાનેરાના ભાટીબ ગામે યુવકને જીવતો સળગાવતા ૩ સામે ફરિયાદ
દાઝી ગયેલા યુવકને સારવાર અર્થે ધાનેરા સરકારી હોસ્પિટલમાં લવાયો જુની અદાવદ રાખીને પરિવારને જીવતો સળગાવવાની કોશિશધાનેરા તાલુકાના ભાટીબ ગામે જુની અદાવદ રાખીને રાત્રીના સમયે આખા પરિવારને જીવતા સળગાવી દેવાની ધમકી આપી સવારે એક યુવકને સળગાવ્યો હોવાથી તેના પરિવારજનોએ તાત્કાલિક ધાનેરા સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા.
સીબીએસઈનું ધોરણ-૧૨નું ૮૩.૪ ટકા પરિણામ જાહેર
હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરા ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવી ફર્સ્ટ ઃ વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓ આગળ
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ અકબંધ :પારો ૪૨થી ઉપર
ગાંધીનગર, ડિસા, સુરેન્દ્રનગરમાં પારો ૪૧થી ઉપર રહ્યો
યુનિવર્સિટી-માર્ગ-પર-ઇકો-કારમાં-આગ-લાગતા-અફરાતફરી
ગેસકીટ વાળી ઈકો કારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
ભારત વિકાસ પરિષદ દ્વારા લાયન્સ હોલમાં ‘‘માનવ ઉત્કર્ષ’’ વિષય પર વ્યાખ્યાન યોજાયું
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા તથા ભારત વિકાસ પરિષદ, ડીસા શાખાના સંયુક્ત ઉપક્રમે ‘માનવ ઉત્કર્ષ’ વિષય પર પૂજ્ય અપૂર્વમૂનિ સ્વામીનું વ્યાખ્યાન યોજાયું.કાર્યક્રમની શરૂઆતમાં ર્ડા. મનોજભાઈ અમીને પૂર્ણ વંદેમાતરમનું ગાન રજુ કર્યુ.
અમીરગઢ બજારમાં લાગતી ટ્રાફિક સમસ્યાથી લોકોને હેરાનગતિ
અમીરગઢ તાલુકા મથક હોઇ સરકારી કામકાજ માટે બજારમાં જવા માટે રેલ્વે ફાટકથી આર.આર.વિદ્યાલય રસ્તેથી પસાર થવુ પડે છે
પાટણ જિલ્લા ટોબેકો કંન્ટ્રોલ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ કામગીરી કરાઈ
જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ પાટણ દ્વારા જિલ્લા પંચાયત શાખામાં તમાકુ નિયંત્રણ અંગે કામગીરી બજાવવામાં આવી હતી.૧ લી મે "ગુજરાત રાજ્ય" ની સ્થાપના દિન નિમિતે જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ પાટણ દ્વારા
સ્વ.જયંતિભાઈ શીવલાલ.મોદી દ્વારા નેત્રદાન કરવામાં આવ્યું
નેત્રદાન- ચક્ષુદાન એ ભગવાને આપેલુ વરદાન છે. મૃત્યુ બાદ ચાર કલાકમાં જા નેત્રદાન કરવામાં આવે તો ર અંધ વ્યક્તિને રોશની મળતી હોય છે. પાલનપુર શહેરમાં જનસેવા એજ પ્રભુસેવા ગૃપ દ્વારા છેલ્લાં ૭ વર્ષથી નેત્રદાન, દેહદાન, અંગદાન જાગૃતીનું કાર્ય કરવામાં આવે છે.
યાત્રાધામ ઢીમામાં અસામાજિક તત્વોનો આતંક એક આખલા પર મળ્યાં નિશાન
નફ્ફટ લોકો સામે જીવદયા પ્રેમીઓમાં રોષ
વેજલપુર ખાતે સિધ્ધાર્થ મહારાજના વ્યાસાનને શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ
વેજલપર ચાંપાવત રાઠોડ પરિવાર દ્વારા વૃંદાવન ધામ ખાતે આત્માનંદ તથા આત્મકલ્યાણાર્થે હરિપાદરેણું સિધ્ધાર્થ મહારાજ (અંબાધામ, દુબઈ) ના વ્યાસાનને શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ તા.ર૦/૪/ર૦૧૯ થી તા. ર૭/૪/ર૦૧૯ દરમ્યાન યોજાઈ ગયો.
પાટણની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વામી વિવેકાનંદજીના પુસ્તકની ભેટ ધરાઈ
રાષ્ટ્રવાદના નિર્માણ માટે પ્રાથમિક શિક્ષણ લઇ રહેલ કુમળા બાળકોના બાળ માનસ મા સિચેલા રાષ્ટ્રવાદના બીજ દેશને સમય જતા ઉત્તમ નાગરિકની ભેટ આપે છે. માટેજ બાળકોને આપેલ સંસ્કારો તેમજ મુલ્યવર્ધીત શિક્ષણ એ દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિનો પાયો છે.
અન્ડર -૧૯ વર્લ્ડ ટેનિસ સ્પર્ધામાં
યુનિ.ની ટીમની કેપ્ટન રહી ચૂકી છે અને તેમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે


