ધાનેરામાં આરોગ્ય વિભાગની રીવ્યુ મીટિંગ યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:48:53
  • Views : 455
  • Modified Date : 2019-05-05 11:48:53

ધાનેરા તાલુકા આરોગ્ય વિભાગની શુક્રવારે ખાસ મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં ધાનેરા તાલુકા બ્લોક હેલ્થ કચેરીના તાબાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એમ.ચૌધરી દ્વારા આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં થતા રોગો બાબતે ક્યા પ્રકારની કાળજી લેવી. તેમજ હાલમાં લગ્નની સિઝન હોવાથી ગરમીમાં થતા ફુડપોઇઝન જેવા કેસ ન બને તે માટે પણ પોતાના સેજામાં લોકોને આ બાબતની તકેદારી રાખવા માટે જાણ કરવી. તેમજ હાલમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વિશે લોકોને વધુમાં વધુ જાણકારી મળે તે માટે લોકોનો સંપર્ક કરવા જેમાં ખાસ કરીને માં કાર્ડ, માં અમૃતમ વાત્સલ્ય,  પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ વગેરેનો લાભ ગામડાના તમામ લોકોને મળે તે બાબતે કામગીરી કરવા માટે પણ ખાસ જણાવ્યુ હતુ. તે સિવાય ઓફિસની કામગીરીની પણ સમીક્ષાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડા. પાસવાન, ડા. પ્રિયંકા ચૌધરી, ડો. મયુર શ્રીવાસ્તવ, ડા. અપેક્ષા દરજી, ડા. મિનાક્ષી રાજપુત, ડો. આદિત્ય પટેલ વગેરે હાજર રહીને કર્મચારીઓને માહિતી આપી હતી.


Download Our B K News Today App



Related News