પાટણના અઘાર ગામે ગટરો ઉભરાતા લોકો ત્રાહિમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:37:03
  • Views : 438
  • Modified Date : 2019-05-05 11:37:03

સરસ્વતી તાલુકાના અઘાર ગામે આવેલ માઢ પાર્ટી વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ગટર અને કુંડીઓનું દુર્ગંધ મારતું પાણી રેલાતા નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઇ છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જવાબદાર સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં કોઇ જ પગલાં ભરવામાં નહીં આવતા અનેક લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે.
અઘાર ગામે મોઢ પાર્ટી વિસ્તારમાં ગટરો અને ગંદા પાણીના નિકાલની કુંડીઓ ચોકઅપ બની ઉભરાતા દુર્ગંધ મારતું પાણી ચારે તરફ રેલાય છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભુ થયું છે. સ્થાનિક રહીશો દ્વારા આ મામલે જવાબદાર તંત્રવાહકોને અનેક વખત રજૂઆત કરવા છતાં પેટનું
પાણી પણ નહીં હલતા રહીશોની હાલત કફોડી બની છે.
એકબાજુ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જયારે બીજીબાજુ માથુ ફાડી નાખે તેવી દુર્ગંધને લઇ આ વિસ્તારના લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. કેટલાંક રહીશોને કમળાની અસર દેખાતા તેઓ વિવિધ ખાનગી દવાખાનાઓમાં સારવાર લઇ રહ્યા છે.
ગટરના ગંદા પાણીની આ સમસ્યાને લઇ ગામમાં વધુ રોગચાળો ફેલાય તે
પહેલાં જવાબદાર અધિકારીઓ તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News