રાજ્યના રીજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી ડીસા નગરપાલિકાની મુલાકાતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:25:05
  • Views : 425
  • Modified Date : 2019-05-05 11:25:05

ગુજરાતભરમાં ગત ચોમાસામાં નહીવત વરસાદ થયો હોવાથી શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઇ સરકાર ચિંતિત છે. ત્યારે રાજ્યના રીજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી એ ગતરોજ ડીસા
નગરપાલિકાની મુલાકાત લઈ ડીસા શહેરમાં પાણીના પ્રશ્ને લઈ નગરપાલિકાના સત્તાધીશો સાથે ચર્ચા કરી હતી. આગામી સમયમાં ડીસામાં પાણીના પ્રશ્ને કાયમી સમાધાન થાય તે દિશામાં પગલાં લેવાશે એમ કમિશ્નરે જણાવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં ઘેરું જળસંકટ ઊભું થયું છે. ગત ચોમાસામાં નહીવત વરસાદને કારણે દુકાળ જેવી પરિસ્થિતિ ઉભી થતા સરકાર ચારેબાજુથી ઘેરાઈ ગઈ છે. ગામ્ય ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા સર્જાવા લાગી છે. જે અનુસંધાને રાજ્યના રીજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી વિશાલ ગુપ્તાએ ગતરોજ ડીસા નગરપાલિકાની મુલાકાત લઈ પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો સાથે બેઠક યોજી હતી. ડીસા શહેરમાં દોઢ લાખ ઉપરાંતની વસ્તીને નગરપાલિકા દ્વારા ૨૧ જેટલા બોર મારફતે ભૂગર્ભમાંથી પાણી ખેંચીને શહેરીજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે પાણીના તળ દિવસેને દિવસે ઉંડા જતા હોય એ ડીસામાં પણ આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ત્યારે રીજનલ કમિશ્નરે આગામી દિવસોમાં ડીસા શહેરને વૈકલ્પિક સ્ત્રોતમાંથી પાણી મળી રહે તે મુજબ સરકાર આયોજન કરી રહી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ડીસા શહેરમાં ગોકળગતિએ ચાલતા ભૂગર્ભગટરના કામ બાબતે પણ કમિશ્નરે સમીક્ષા કરી આગામી દિવસોમાં ઝડપથી કામ પૂરું થાય તે દિશામાં કાર્યવાહી થઈ રહી છે જ્યારે દબાણના પ્રશ્ને તેમજ ગેરકાયદેસર રીતે ઉભા થઈ રહેલા શોપિંગ સેન્ટર બાબતે પણ પગલાં લેવાની ખાતરી આપી હતી.
ડીસા શહેરમાં હાલ પાલિકાના બોર મારફતે શહેરીજનોને ભુગર્ભનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યુ છે. તેમજ શહેરમાં હાલની સ્થિતિએ પાણીની સમસ્યા નથી. પરંતુ શહેરમાં પાણીની કોઇ સમસ્યા ઉભી ન થાય તે અંગે પાલિકાના સત્તાધીશોએ કમિશ્નર સમક્ષ રજૂઆત કરી કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા થાય અને શહેરીજનોને નર્મદાનું પાણી મળતું થાય તે દિશામાં આયોજન કરવા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News