છાપી વિસ્તારમાંથી દારૂ ભરેલ ગાડી ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:42:36
  • Views : 437
  • Modified Date : 2019-05-05 11:42:36

છાપી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સ્કોડા ફાબિયા ગાડી  એલ.સી.બી. બનાસકાંઠાએ પકડી પાડી હતી
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
પી.એલ.વાઘેલા પોલીસ
ઇન્સ્પેકટર એલ.સી.બી.નાઓના
માર્ગદર્શન હેઠળ એન.એન.પરમાર, પ્રો.પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી સ્ટાફના દિગ્વિજયસિંહ, મહેશભાઈ, જયપાલસિંહ, ભરતભાઇ, ધેગાજી તથા લક્ષ્મણસિંહની ટીમ છાપી પો.સ્ટે. વિસ્તારમાં મહેંદીપુરા ગામે નાકાબંધીમાં હતી. દરમ્યાન પાલનપુર તરફથી એક સ્કોડા ફાબિયા ઉભી રખાવતા અંધારાનો લાભ લઇ વાહનચાલક તથા અન્ય એક ઈસમ નાસી જઇ એકબીજાના મેળાપીપણાથી સ્કોડા ફાબિયા ગાડી નં જીજે ૦૬ ઈડી - ૮૮૧૧ મા વગર પાસ પરમીટે ગે.કા.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરની બોટલો નંગ-૯૬૪ કુલ કિં.રૂ.૯૬,૪૦૦/- તથા ગાડી કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૨,૯૬,૪૦૦/- નો મળી આવેલ તથા બંને ઈસમો નાસી જઈ ગુનો કરેલ હોઈ જેની વિરૂધ્ધ છાપી પો.સ્ટે. પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News