ચામુંડા માતાજી તેમજ નકળંગ દાદા તથા ખેતરપાળ દાદાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:26:08
  • Views : 558
  • Modified Date : 2019-05-05 11:26:08

ધરાધરા ગામે ચામુંડા માતાજી તેમજ  નકળંગ દાદા તથા ખેતરપાળ દાદાનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ  ભવ્યથી રંગેચંગે યોજાયો. યજ્ઞ આચાર્ય શાસ્ત્રી ભરતભાઇ દવે ધરાધરા વાળાએ  અગ્નિ સ્થાપના, દેવતા પૂજન આરતી, શાંતિ પુષ્ટિ, શોભાયાત્રા, મંદિર વાસ્તુ, પૂજન આરતી, જેવા આહુતિનું સુંદર રીતે શ્લોક સાથે આહુતિ કરવામાં આવી હતી. જેમાં હજારોની જનમેદની દર્શન અર્થે  ઉમટી પડી હતી. પાવન પ્રસંગે મહંત શ્રી ૧૦૦૮  કનીરામદાસજી  મહારાજ  વડવાળા ધામ સુરદાસ મહારાજ ઢીમા તેમજ મોટી સંખ્યામાં સંતો મહંતો એ આશીર્વાદ આપ્યા હતા. જ્યારે કનીરામદાસજી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે અત્યારે બાળકોને શિક્ષણ આપો દીકરી દીકરાને સન્માન આપો ખોટા ખર્ચમાંથી બહાર આવો. દીકરી ભણશે તો બે ઘર તારસે, ભાઈ ભાઈ સાથે સંપ રાખો ગામમાં ભાઈચારો રાખવાનો સમય છે. વ્યસનથી દૂર રહી બાળકોને સારા સંસ્કાર આપો. વ્યસન તેમજ ઝગડાથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત શ્રી ૧૦૦૮  કનીરામદાસજી  મહારાજ વડવાળા ધામ, સુરદાસ મહારાજ ઢીમા તેમજ માવજીભાઈ પટેલ  વાવ-થરાદના પૂર્વ ધારાસભ્ય, રતનસિંહભાઈ દેસાઈ-મોટી પાવડ, ઠાકરસીભાઈ રબારી- આકોલી, અમીરામભાઈ-આસલ, બનાસકાંઠા જિલ્લા પંચાયત અધ્યક્ષ સિદ્ધરાજસિંહ ચૌહાણ-વાવ તાલુકા પંચાયત સદસ્ય, રામસંગભાઈ વેજિયા-વાવ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ધરાધરા ગામના વિહાભાઈ દેસાઈ,  મેવાભાઈ દેસાઈ, ભલાભાઈ દેસાઈ, જગાભાઈ દેસાઈ, અમરતભાઈ દેસાઈ, ધુડાભાઈ દેસાઈ તેમજ ચેલાણા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરાધરા ગામ અને આવેલ મહેમાનો માટે સુંદર રીતે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ધરાધરાના ગામલોકોએ  પ્રતિષ્ઠા મહોત્સવને સુંદર રીતે સફળ કાર્યક્રમ બનાવ્યો હતો. 


Download Our B K News Today App



Related News