ઉણ ગામે શ્રી સોનગઢા ગોગા મહારાજની રમેલ (જાતર) એવમ નવચંડી યજ્ઞ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:37:34
  • Views : 830
  • Modified Date : 2019-05-05 11:37:34

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાથી ૧૧ કિ.મી. દૂર આથમણી દિશાએ આવેલ દરબારી ગામ ઉણ થી શિયા રોડ ઉપર વર્ષો પહેલાં ખેતરમાં ભૂદેવ પરિવારે વસવાટ કરેલ. ખેતરમાં ગોગા મહારાજની નાની દેરી બનાવી ધૂપ, દીપ, આરતી વગરે સેવા પૂજા કરતા હતાં. સમય જતાં આજુ બાજુના ખેતર વિસ્તાર, ઉણ, શિયા, ભદ્રેવાડી, વાલપૂરા થોડે થોડે કાંકરેજ તથા ગુજરાત રાજયમાં આ જગ્યા આસ્થાનું કેન્દ્ર બનેલ. દૂર દૂરથી અઢારે આલમ આ જગ્યા પર દર પૂનમે દાદાના ધામે દર્શને આવે છે. દેરીમાંથી વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે. થોડા સમયમાં મંદિરનવ-નિર્માણ પામશે શ્રધ્ધા ભકિત અને આસ્થાનુ કેન્દ્ર એવા ભગતના ગોગા મહારાજના હુલામણા નામથી ઓળખાતા શ્રી સોનગઢા ગોગા મહારાજ, શ્રી વિહત માતાજી, શ્રી મેલડી માતાજી, શ્રી સિકોતર માતાજીના મંદિરે ગતરોજ સવારે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞના યજમાન શાસ્ત્રી ડાયાભાઇ પરિવાર, જોષી મહેન્દ્રભાઇ ડાયાભાઇ મોટા જામપુરવાળા રહ્યા હતા. સંત શ્યામ સ્વરુપબાપુ ઉજનવાડા, મહંત બળદેવબાપુ દેવદરબાર જાગીરમઠ, સંત નિજાનંદબાપુ ગોતરકા વગેરે સંતો-મહંતો  ઉપસ્થિત રહ્યા હતા. સંતોનુ સામૈયુ અને સન્માન કરી આર્શિવર્ચન આપ્યા હતા. રાત્રે ૮ કલાકે ૧૦૦૮ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભોજન પ્રસાદ લઈ રમેણ (જાતર) રાખવામાં આવી હતી. બહાર ગામથી પધારેલ ભુવાજીઓનું તેમજ મહેમાનોનુ શાલ અને ફુલહાર તેમજ ભેટ પૂજા આપી સ્વાગત કરાયું હતું. ગોગા બાપજીના આશીર્વાદથી જે દંપતીને ત્યાં પારણું બંધાયેલ તેઓના બાળકોના રાત્રે નામો પાડવામાં આવ્યા હતા. રાત્રે બદામશેકનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.  અહીં આવતાં દરેક લોકોની મનોકામના ગોગા મહારાજ પુર્ણ કરે છે. અહી હજારોની સંખ્યામાં ભાવિક ભકતો દર્શનાર્થે પઘારેલ. પધારેલ સમગ્ર ભાવિક ભકતોને ભુવાજી હરીભાઇ ભોજાભાઇજોષી તથા ભુવાજી રમેશભાઇ  હરીભાઇ જોષી તરફથી સૌ ભાવિક ભકતોને આશિર્વચન આપવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે સૂર્ય નારાયણ તેલફુલ ચડાવવામાં આવ્યા હતા. તેમાં રાજકીય, સામાજીક આગેવાનો તેમજ ભકતોનુ બહોળી સંખ્યામાં ઘોડાપુર જોવા મળ્યું હતું. પધારેલ સૌ કોઇ ભાવિક ભકતોએ દર્શન અને આશીર્વચન લઇ ધન્યતા અનુભવી હતી. કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ પી.વાઘેલા, થરા પી.એસ.આઈ. સહિત પોલીસ સ્ટાફે દર્શન કરી ગોગા મહારાજની રમેલ નિહાળી ધન્યતા અનુભવી હતી.

 



Download Our B K News Today App



Related News