ગૂગલ માઈક્રોસોફ્ટને ટક્કર આપવા માટે ઝૂમ 2021માં પોતાની ઈમેલ સર્વિસ અને કેલેન્ડર એપ લોન્ચ કરી શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 12:49:31
  • Views : 320
  • Modified Date : 2020-12-25 12:49:31

    ઝૂમ હવે ગૂગલ અને માઈક્રોસોફટ જેવી કંપનીઓને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. મહામારી દરમિયાન લોન્ચ થયેલી વીડિયો કોલિંગ સર્વિસથી માર્કેટમાં મજબૂતી બનાવનાર ઝૂમ હવે પોતીની ઈમેલ સર્વિસ લોન્ચ કરવા યોજના બનાવી રહી છે. આટલું જ નહિ કંપની એક કેલેન્ડર એપ પર પણ કામ કરી રહી છે.ધ ઈન્ફોર્મેનશનના એક રિપોર્ટમાં આ ડેવલપમેન્ટની માહિતી રાખનારા લોકોનો હવાલો આપી જણાવાયું છે કે- ઝૂમ વીડિયો કમ્યુનિકેશન્સે એક વેબ ઈમેલ સર્વિસ ડેવલપ કરવાની શરૂઆત કરી છે. આગામી વર્ષે કંપની કેટલાક યુઝર્સ માટે આ સર્વિસ લોન્ચ કરી શકે છે. કંપની એક કેલેન્ડર એપ પણ બનાવી રહી છે. જોકે કંપનીએ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.

  •     કંપની માટે આ વર્ષ એક બ્લોકબસ્ટર રહ્યું છે. રિમોટ વર્ક અને લર્નિંગ ક્ષેત્રમાં ઉછાળો આવવાથી કંપનીના શેર્સમાં 500%થી વધારે વૃદ્ધિ થઈ. ઝૂમની મુખ્ય પ્રોડક્ટ કોમ્પ્રિહેન્સિવ ઈન્ટરપ્રાઈઝ સૂઈટના ભાગ રુપે બંડલ કરવામાં આવેલું એક વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ છે.માઈક્રોસોફ્ટ પોતાના ઓફિસ 365 પ્લેટફોર્મ અને ગૂગલ વર્ક સ્પેસ બંડલ સાથે આ સેગમેન્ટમાં પહેલાંથી જ છે. આ બંને ઝૂમના સૌથી મોટા કોમ્પિટિટર છે.ધ વર્જે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, બંને પ્લેટફોર્મ કેલેન્ડર, ઈમેલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી સર્વિસ આપે છે. તેથી ઝૂમ પણ ઈમેલ અને કેલેન્ડર એપનાં માધ્યમથી પોતાનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વધારવા માગે છે.
    •     મહામારીથી પ્રેરિત રિમોટ વર્ક અને લર્નિંગનો સહારો લઈ ઝૂમે ત્રીજા ક્વાર્ટરમાં $777.2 મિલિયનનો બિઝનેસ કરી ઈન્કમ 4ગણી કરી છે. આ રકમ વાર્ષિક આધારે 367% વધારે છે.કંપનીના 10થી વધારે કર્મચારીઓ પાસે આશરે 433,700 સબસ્ક્રાઈબર્સ હતા, જે છેલ્લા ક્વાર્ટરના 370,200 કરતાં વધારે હતા. રેવેન્યૂમાં $100,000થી વધારેનું યોગદાન આપનારા ગ્રાહકોની સંખ્યા ગત વર્ષના 136%થી વધી 1289% થઈ છે.ઓક્ટોબરમાં ઝૂમમાં 200થી વધારે યુઝર્સ સાથે મીટિંગ કરવા માટે નવું એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન ફીચર ગ્લોબલી ફ્રી અને પેઈડ સર્વિસ લોન્ચ કરી હતી.

Download Our B K News Today App



Related News