આ મહિને ત્રીજી વખત સબ્સિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 25 રૂપિયા વધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 13:46:22
  • Views : 441
  • Modified Date : 2021-02-25 13:46:22

    ઓઈલ કંપનીઓએ આ મહિનામાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ત્રીજી વખત વધારો કર્યો છે. ત્યારબાદ દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. 25 ફેબ્રુઆરી 2021થી વધેલી કિંમત લાગુ થઈ ગઈ છે. સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમતમાં આજે 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

    ફેબ્રુઆરી મહિનામાં 3 વખત ગેસ સિલિન્ડરની કિંમત વધી છે. સરકારે 4 ફેબ્રુઆરીએ LPGની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ફરી એક વખત સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી હતી. અને હવે ત્રીજી વખત ફરીથી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.1 ડિસેમ્બરના રોજ ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયો. 1 જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયા વધારવામાં આવ્યા, ત્યારબાદ 644 રૂપિયાવાળો સિલિન્ડર 694 રૂપિયા થઈ ગયો. 4 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા વધારા બાદ તેની કિંમત 644 રૂપિયાથી વધીને 719 રૂપિયા થઈ ગઈ છે. 15 ફેબ્રુઆરીએ 719 રૂપિયાથી 769 રૂપિયા થઈ અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા વધવાથી તેની કિંમત 769 રૂપિયાથી 794 રૂપિયા પર આવી ગઈ.

    જાન્યુઆરીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPGની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. જો કે, ડિસેમ્બરમાં બે વખત 50-50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ સબ્સિડી વગરનાં 14.2 કિલોગ્રામનાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો નહોતો થયો, પરંતુ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 191 રૂપિયાનો વધારો થયો હતો.

    સરકાર એક વર્ષમાં પ્રત્યેક ગેસ કનેક્શન માટે 14.2 કિલોગ્રામમાં 12 સિલિન્ડર પર સબ્સિડી આપે છે. ગ્રાહકને દરેક સિલિન્ડર પર સબ્સિડી સહિત કિંમત ચૂકવવી પડે છે. બાદમાં સબ્સિડીના પૈસા ખાતામાં જમા થઈ જાય છે. જો ગ્રાહક તેનાથી વધારે સિલિન્ડર લેવા માગે છે તો તેને માર્કેટની કિંમત પર ખરીદવો પડે છે.

    ઓઈલ કંપનીઓ દર મહિને LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. તેમાં વધારો અથવા ઘટાડો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત અને અમેરિકન ડોલરના એક્સચેન્જ રેટ પર નિર્ભર કરે છે.ફેબ્રુઆરીમાં અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15 વખત વધારો થયો છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 4.38 રૂપિયા અને ડીઝલ 4.59 રૂપિયા મોંઘુ થયું છે. અગાઉ જાન્યુઆરીમાં રેટ 10 વખત વધ્યા. આ દરમિયાન પેટ્રોલની કિંમતમાં 2.59 રૂપિયા અને ડીઝલમાં 2.61 રૂપિયાનો વધારો થયો હતો. તેમજ જો 2021ની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધી પેટ્રોલ 7.12 રૂપિયા અને ડીઝલ 7.45 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.


Download Our B K News Today App



Related News