ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ મશીન ખરાબ હશે તો ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે, NHAIએ ગાઈડલાઈન જાહેર કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-24 13:27:16
  • Views : 515
  • Modified Date : 2021-02-24 13:27:16

    શું તમને ખબર છે કે જો ફાસ્ટેગ રીડિંગ મશીન ખરાબ હોય અને તમારી પાસે માન્ય અને કામ કરતું ફાસ્ટેગ છે તો તમારી પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈનના અનુસાર, ગાઈડલાઈનના અંતર્ગત ફાસ્ટેગમાં પૈસા હોવા છતાં પણ ઈલેક્ટ્રિક ડિવાઈસથી જો પૈસા કટ નથી થતાં તો વાહન માલિકોને ફી વગર પ્લાઝાથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ તે દરમિયાન કોઈપણ વાહન સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન થયું હોવું જોઈએ. એટલું જ નહીં વાહન માલિકોને ઝિરો ટ્રાન્ઝેક્શન રસીદ પણ આપવામાં આવશે.

    તેમજ કાર્યકારી સંસ્થાઓને નિયમિત રૂપે સ્કેનરનું કનેક્ટિવિટી જાળવવા માટે ટેક્નિકલ સ્ટાફને પણ અલર્ટ કરવામાં આવ્યો છે. તેમજ વાહનોમાં ફાસ્ટેગ લગાવવાનું કામ હજી પણ ચાલું છે. ગિરીના જણાવ્યા અનુસાર, ટોલ પ્લાઝા પર લગભગ તમામ વાહનોમાં ફાસ્ટેગ લાગી ગયા છે. જે વાહન ખાનગી છે અને ક્યારેક ક્યારેક જ જિલ્લાની બહાર જાય છે, તો તેમને તે જગ્યાએ ફાસ્ટેગની સુવિધા આપવામાં આવશે. આવનાર એકથી ડોઢ મહિનામાં 100 ટકા ફાસ્ટેગનો ઉપયોગ શરૂ થવાની અપેક્ષા છે.

    NHAIના જનરલ મેનેજર એન એન ગિરીએ જણાવ્યું કે, ટોલ પ્લાઝાની તમામ લેન ભાગ્યેજ ટેક્નિકલ ખામીના કારણે ખરાબ થાય છે. જો કોઈ લેન પર સ્કેનર કામ કરી રહ્યું હોય તો તે લેનમાંથી વાહનોને પસાર થઈ શકશે.

Download Our B K News Today App



Related News