હવે ડાયરેક્ટ ધમકી આપવાને બદલે કંપની યુઝર્સને સરળ શબ્દોમાં પોલિસીનું જ્ઞાન આપી રહી છે, લખ્યું- તમારી પાસે પોલિસી જાણવા માટે ઘણો સમય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-19 13:58:42
  • Views : 272
  • Modified Date : 2021-02-19 13:58:42

    વ્હોટ્સએપે પોતાની નવી પોલિસી લાગુ કરવાનું પ્લાનિંગ ફરી શરૂ કર્યું છે. તેને સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે, યુઝર અને તેની પ્રાઈવસી વચ્ચે કશું નહિ આવે. બિઝનેસિસ સાથે મેસેજિંગ ઓપ્શનલ હશે. તમામ વસ્તુ પર યુઝર્સનો જ કન્ટ્રોલ હશે. કંપનીએ આ સમયે એક નાનાં બેનરનો ઉપયોગ કર્યો છે. તે ચેટ લિસ્ટના ટોપ પર જોવા મળે છે. નવી પોલિસી 15 મેથી લાગુ થવાની છે.

    નવી અપડેટ પછી વ્હોટ્સએપ ચેટની ઉપર તમારી પાસે ડોક્યુમેન્ટ જેવી ચેટ દેખાશે. તેને ઓપન કરવા પર વ્હોટ્સએપની પોલિસીની માહિતી મળશે. આ પોલિસીમાં લખ્યું છે કે વ્હોટ્સએપ તમારા પ્રાઈવેટ મેસેજને વાંચતી કે દેખતી નથી. અમારા મેસેજ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ હોય છે. કંપની તમારી પ્રાઈવસી માટે પ્રતિબદ્ધ છે. બેનરમાં કંપનીએ લખ્યું છે કે...કંપનીએ તેના બ્લોગમાં લખ્યું કે તમે વ્હોટ્સએપ બિઝનેસિસ સંબંધિત વાતો ફોન અથવા ઈમેલનાં માધ્મયથી વધુ ઝડપી કરી શકશો. જોકે તે ઓપ્શનલ રહેશે.લાખો લોકો નાના મોટા બિઝનેસ સંબંધિત વાતો વ્હોટ્સએપ પર કરે છે. તમે બિઝનેસ સંબંધિત સવાલો મેસેજ કરી શકો છો, ખરીદારી સંબંધિત માહિતી લઈ શકો છો. તે માત્ર તમારા પર નિર્ભર કરશે કે તમે બિઝનેસ અકાઉન્ટ થ્રુ ચેટ કરો કે તેને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી રિમૂવ કરો કે બ્લોક કરો.

    અમે નવી પ્રાઈવસી પોલિસીમાં થયેલા ફેરફારોની માહિતીથી તમને અવગત કરી રહ્યા છીએ. અમે જણાવી રહ્યા છીએ કે તમારી માહિતીને કેવી રીતે તમે મેનેજ કરી શકો છો. અમે પોતાની પ્રાઈવસી પોલિસીમાં કેટલાક નવા સેક્શન ઉમેર્યાં છે. અમે પોલિસી સરળ બનાવી છે. તમે તમારાં અકાઉન્ટની માહિતી અને સેટિંગ્સનો રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો.

Download Our B K News Today App



Related News