વ્હોટ્સએપ ગ્રુપ ચેટ માટે એક નવાં ફીચર પર કામ કરી રહી છે, જાણો તેની ખાસિયતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 14:36:25
  • Views : 333
  • Modified Date : 2021-02-07 14:36:25

    મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોલિસી વિવાદોમાં ફસાયા બાદ હવે યુઝર્સને રિઝવવા માટેના પ્રયાસો કરી રહી છે. કંપની ગ્રુપ ચેટ્સ માટે એક નવાં ફીચર પર કામ કરી રહી છે. એન્ડ્રોઈના બીટા વર્ઝનાં મેન્શન બેઝ ફીચર જોવા મળી રહ્યું છે.    

    વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ પ્રમાણે, આ નવું ફીચર બીટા એપનાં 2.21.3.13 વર્ઝન પર અવેલેબલ છે. જોકે હાલ તે તમામ યુઝર્સ માટે અવેલેબલ નથી.આ ફીચર વિશે માહિતી શેર કરતા WABetaInfoએ કહ્યું કે, આ નવાં ફીચરમાં જ્યારે તમને કોઈ ગ્રુપમાં મેન્શન કરવામાં આવશે તો ગ્રુપ સેલમાં એક નવો બેઝ એડ થશે. હાલ ગ્રુપમાં કોઈ યુઝરને મેન્શન કરવામાં આવે તો વ્હોટ્સએપ નોટિફિકેશન મોકલે છે.

    વ્હોટ્સએપે યુઝર્સ માટે એક નવું સ્ટિકર પેક પણ રિલીઝ કર્યું છે. Taters n Tots નામનું સ્ટિકર પેક હવે યુઝર્સ માટે અવેલેબલ છે. કોઈ પણ ચેટ પર જઈ સ્ટિકર આઈકોન પર ક્લિક કરી નવું સ્ટિકર પેક ડાઉનલોડ કરવા માટે + આઈકોન પર ટેપ કરો. હવે લિસ્ટમાં Taters n Tots ઓપ્શનને ડાઉનલોડ કરવાનું રહેશે. વ્હોટ્સએપ તેના કીબોર્ડ માટે એક સ્ટિકર શોર્ટકર્ટ ફીચર પર કામ કરી રહ્યું છે. નવું સ્ટિકર શોર્ટ કટ ચેટ બારમાં જોવા મળશે. આ નવાં ફીચરથી મેસેજમાં વર્ડ અથવા ઈમોજી ટાઈપ કરતાં સમયે તે સંબંધિત સ્ટિકરનું વ્હોટ્સએપ સજેશન આપશે.


Download Our B K News Today App



Related News