લોકસભા સચિવાલય સહિત અન્ય વિભાગોમાં વિવિધ પોસ્ટ માટે વેકન્સી નિકળી, 12મું પાસ અને ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ અપ્લાય કરી શકશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 11:38:19
  • Views : 330
  • Modified Date : 2021-01-25 11:38:19

કેન્દ્ર સરકારના ઘણા વિભાગોમાં સરકારી નોકરીઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સરકારી નોકરી કરવા માગતા ઉમેદવારોને એકસાથે દેશભરમાં જાહેર કરવામાં આવેલી સરકારી નોકરીની માહિતી મળી રહી છે. ઉમેદવારો યોગ્યતા અને ઇચ્છા પ્રમાણે આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ સ્પેશિયલ કેડર ઓફિસર MMGS-IIIની 5 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી છે. આ જગ્યાઓ માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 12 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો SBIની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

    આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે ઉમેદવારે MBA/PGDM અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પાસ હોવી જરૂરી છે. આ સિવાય, કોઈપણ માન્ય કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટની કોઇપણ સ્ટ્રીમમાંથી BE/B.Tech પાસ કરેલું હોવું ફરજિયાત છે.વય મર્યાદા (25 - 35) વર્ષ જનરલ/OBC/EWS - 750 રૂપિયા-SC/ST/PWD - કોઈ ફી નહીં.

લોકસભા સચિવાલય દ્વારા હેડ કન્સલ્ટન્ટ, સોશિયલ મીડિયા માર્કેટિંગ (સિનિયર કન્સલ્ટન્ટ) સહિત 9 જુદી જુદી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી કરવા માગતા ઉમેદવારો નિર્ધારિત ફોર્મેટમાં ઓફલાઇન અરજી કરી શકશે. આ ભરતીઓ સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટના આધારે થશે, જે ફક્ત એક વર્ષ માટે હશે. ઉમેદવારો નોટિફિકેશન જાહેર થયાના 21 દિવસની અંદર એટલે કે 8 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે.આ પોસ્ટ્સ પર અરજી કરનારા ઉમેદવારો 12મું ધોરણ પાસ, MBA, માર્કેટિંગ, મીડિયા અને કોમ્યુનિકેશન્સ, લોકસંપર્ક, ડિજિટલ માર્કેટિંગ બેકગ્રાઉન્ડમાંથી હોવા જોઇએ. વિવિધ પોસ્ટ્સ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નિશ્ચિત કરવામાં આવી છે.વય મર્યાદા (22થી 58) વર્ષ રૂચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ loksabha.nic.in પર જઇને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને અને ભરીને નિયુક્ત સરનામાં પર મોકલવું પડશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ, સિનિયર સુપરિટેન્ડન્ટ સહિત 58 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ nta.ac.in પર જઇને 18 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ભરતી ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર કાઢવામાં આવી છે. બાદમાં તેને આગળ વધારી શકાય છે.સામાન્ય, OBC, EWS - 1,600 રૂપિયા SC, ST અને વિકલાંગ - 800 રૂપિયાપહેલા કુલ અરજીઓમાંથી યોગ્ય ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ તેમનો ટેસ્ટ અથવા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.








Download Our B K News Today App



Related News