ટ્રાયમ્ફે બે કલરમાં Speed Triple 1200 RS બાઇક લોન્ચ કરી, કિંમત 16.95 લાખ રૂપિયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 12:29:06
  • Views : 332
  • Modified Date : 2021-01-29 12:29:06

    બ્રિટનની પ્રીમિયમ બાઇક બનાવનારી કંપની ટ્રાયમ્ફે તેની ઓલ-ન્યૂ બાઇક Speed Triple 1200 RS (સ્પીડ ટ્રિપલ 1200 RS) બાઇક લોન્ચ કરી છે. કંપનીએ તેની આ પાવરફુલ બાઇકને ભારતમાં 16.95 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમતમાં લોન્ચ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવી સ્પીડ ટ્રિપલ 1200 RS 'સ્પીડ ટ્રિપલ' સિરીઝની અત્યાર સુધીની પાવરફુલ બાઇક છે. ટ્રાયમ્ફ સ્પીડ ટ્રિપલ 1200 RS બાઇકનું બુકિંગ કંપની કોઇપણ ઓફિશિયલ ડીલરશીપ પરથી કરી શકાશે.

    નવી 2021 ટ્રાયમ્ફ સ્પીડ ટ્રિપલ 1200 RS બાઇકમાં ઓલ ન્યૂ 1160cc, 3 સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ, 12 વાલ્વ DOHC ઇનલાઇન એન્જિન આપ્યું છે. આ એન્જિન જૂનાં મોડેલ કરતાં મોટું અને 7 કિલો વજનમાં હલકું છે. બાઇક ઉત્પાદકના જણાવ્યા મુજબ, આ એન્જિનને 'તેના MOTO2 રેસ એન્જિન પ્રોગ્રામથી ઇન્સ્પાયર્ડ થઇને બનાવવામાં આવ્યું છે. આ એન્જિન 10,750rpm પર 180hp પાવર અને 9,000rpm પર 125Nm પીક ટોર્ક જનરેટ કરે છે. નવી બાઇકમાં જે એન્જિન આપવામાં આવ્યં છે તે પહેલાં કરતાં વધુ પાવરફુલ છે અને તે 30hp પાવર અને 8Nm ટોર્ક જનરેટ કરે છે. આ પાવરફુલ બાઇકમાં 6-સ્પીડ ગિયરબોક્સ સાથે બાઇક-ડિરેક્શનલ ક્વિકશિફ્ટર સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે અત્યાર સુધીની તમામ સ્પોર્ટ્સ નેકેડ ટ્રાયમ્ફ બાઇકમાં તેની સ્પીડ સૌથી વધારે છે.

    નવી 2021 ટ્રાયમ્ફ સ્પીડ ટ્રિપલ 1200 RSમાં જૂનાં મોડેલ કરતાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. બાઇકનો લુક જૂનાં મોડેલ કરતાં બહુ અગ્રેસિવ અને સ્લિક છે. બાઇકના ફ્રંટમાં શાર્પ લુકવાળા ઓલ LED હેડલેમ્પ્સ, આઇબ્રો સ્ટાઇલવાળી DRLs આપવામાં આવી છે. આ સાથે નવી બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે નવું 5 ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે. બાઇકમાં 'માય કનેક્ટિવિટી' સિસ્ટમ મળશે, જે રાઇડરને ટર્ન બાય ટર્ન નેવિગેશન, ગો પ્રો કંટ્રોલ જેવી માહિતી આપશે. આ સિવાય બાઇકમાં સેલ્ફ-કેન્સલિંગ ઈન્ડિકેટર્સ, કી લેસ એન્ટ્રી, કાર્બન ફાઇબર ફ્રંટ મડગાર્ડ, ઇન્ટરચેન્જેબલ પિલિયન સીટ જેવાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. કંપનીએ આ બાઇકને મેટ સિલ્વર આઇસ અને સેપિયર બ્લેક એમ બે કલરમાં લોન્ચ કરી છે.

    નવી 2021 ટ્રાયમ્ફ સ્પીડ ટ્રિપલ 1200 RSમાં 5 રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે. તેમાં રેન, રોડ, સ્પોર્ટ, ટ્રેક અને રાઇડર સામેલ છે. બાઇકમાં ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ ABS, ફ્રંટ વ્હીલ લિફ્ટ કંટ્રોલ અને ક્રુઝ કંટ્રોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. કંપની તેની આ નવી બાઇક પર 16,000 કિમી પર સર્વિસ સાથે 2 વર્ષની અનલિમિટેડ એવરેજની વોરંટી પણ આપી રહી છે.

    નવી 2021 ટ્રાયમ્ફ સ્પીડ ટ્રિપલ 1200 RS બાઇકના ફ્રંટમાં OC-ABS, Brembo Stylema મોનોબ્લોક કેલિપર્સ સાથે ટ્વીન 320mm ફ્લોટિંગ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. રિઅરમાં Brembo ટ્વીન પિસ્ટર કેલિપર અને OC-ABS સાથે સિંગલ 220mm ડિસ્ક બ્રેક સેટઅપ આપવામાં આવ્યું છે. આ બાઇકનું વ્હીલબેસ 1445mm છે. આ બાઇકમાં 15.5 લિટરની ફ્યુઅલ ટેન્ક પણ આપવામાં આવી છે.


Download Our B K News Today App



Related News