2020માં ટોયોટા વિશ્વની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની બની, હવે કંપની ટેસ્લાને પડકારવા ઇલેક્ટ્રિક કાર બનાવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 12:34:00
  • Views : 291
  • Modified Date : 2021-01-31 12:34:00

    ટોયોટા ફરીથી ફોક્સવેગનને પાછળ છોડી વિશ્વની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની બની ગઈ છે. ગયા વર્ષે કંપનીએ વિશ્વભરમાં 95.38 લાખ કારનું વેચાણ કર્યું હતું. જો કે, વર્ષ 2019ની તુલનામાં તેમાં 11.3%નો ઘટાડો થયો છે. પાંચ વર્ષ પછી ટોયોટા આ પોઝિશન પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકી છે.

    ફોક્સવેગને વિશ્વભરમાં 93.1 લાખ કારનું વેચાણ કર્યું છે. વર્ષ 2019ની તુલનામાં તેમાં 15.2%નો ઘટાડો થયો છે. ગયા વર્ષે રોગચાળાને કારણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને ભારે અસર પહોંચી હતી. લગભગ દરેક દેશમાં લોકડાઉન હતું, જેના કારણે વાહનના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.વર્ષ 2020ના અંત સુધીમાં ગાડીઓના વેચાણના મામલે મોટાભાગના ઇન્ટરનેશનલ માર્કેટમાં મોટી રિકવરી જોવા મળી. ટોયોટાની આસિસ્ટન્ટ કંપનીઓ જેવી કે લેક્સસ, હિનો, રાણજ અને ડાયહાત્સુએ પણ કંપનીને વૈશ્વિક સ્તરે ટોપ પોઝિશન પર પહોંચાડવામાં મદદ કરી.

    ટેસ્લા હજી પણ વિશ્વની સૌથી મોંઘી કાર કંપની છે. ગયા વર્ષે ટોયોટાથી કંપનીએ આ ટાઇટલ છીનવી લીધું હતું. ટેસ્લા હાલમાં અમેરિકા અને યુરોપ જેવાં માર્કેટમાં EVની મજબૂત માગનો આનંદ કરી રહી છે. ટોયોટાએ ટેસ્લાને પડકારવા માટે ખૂબ જ ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ગાડીઓ લોન્ચ કરવાની યોજના બનાવી છે.ટોયોટાએ કહ્યું કે, તેના કુલ વૈશ્વિક વેચાણનો 23% ભાગ ઇલેક્ટ્રિક વાહનો (હાઇબ્રિડ અને પ્લગ-ઇન હાઇબ્રિડ કાર)માંથી છે. એનાલિસ્ટના જણઆવ્યા અનુસાર, ભવિષ્યમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે કારણ કે, વિશ્વના મોટા બજારોમાં ઉત્સર્જન ધોરણો વધુ કડક થઈ રહ્યા છે. પ્લગ-ઇન હાઇબ્રિડ વાહનો એટલે એવા વાહનો જેની બેટરી ચાર્જ કરવા માટે એક્સટર્નલ પાવર આઉટપુટનો ઉપયોગ કરવાનો હોય છે.

    ઓટો ઇન્ડસ્ટ્રી હાલમાં વૈશ્વિક સ્તરે માઇક્રોચિપની તંગીનો સામનો કરી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં ટોયોટાને ચીનના ગુઆંગઝીમાં તેની ફેક્ટરીમાં કામચલાઉ ધોરણે પ્રોડક્શન બંધ કરવું પડ્યું હતું. કંપનીએ તેની ટેક્સાસ, યુએસ સ્થિત પ્લાન્ટ સુવિધામાં તેની ફુલ સાઇઝ પિકઅપ ટ્રક ટુંડ્રાનું પ્રોડક્શન પણ મર્યાદિત રાખવું પડ્યું. માઇક્રોચીપની તંગી એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે એક આપત્તિનું કારણ બનતી જઈ રહી છે અને તેની અસર વર્ષ 2021ના ​​અંત સુધી ચાલુ રહી શકે છે.

Download Our B K News Today App



Related News