દેશી દારુને માદક બનાવવા માટે યુરિયા અને ઓક્સીટોસિન ઉમેરવામાં આવે છે, તે ઝેર બને છે; જાણો સારવાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:35:57
  • Views : 417
  • Modified Date : 2021-01-17 11:35:57

    તાજેતરમાં મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં ઝેરી દારૂ પીવાને કારણે 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં. થોડા દિવસ પહેલાં ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં પણ 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ એવી ઘટનાઓ છે જે તાજેતરમાં બની છે અને આપણને યાદ છે. દર વર્ષે આવી ઘણી ઘટનાઓ બને છે, સેંકડો લોકો જીવ ગુમાવે છે, હજારો લોકો બીમાર પડે છે. પણ ઝેરી દારૂ છે શું? જ્યારે દારૂ ઝેરી જ હોય છે તો લોકો શા માટે પીવે છે? અને જ્યારે આ દારૂ જીવલેણ છે તો તે કેમ વેચાય છે? ચાલો તેની સત્યતા જાણીએ.

    જ્યારે કાચા દારૂને વધુ નશાવાળું બનાવવા માટે કેમિકલ ઉમેરવામાં આવે ત્યારે તે ઝેરી બની જાય છે. દેશી દારૂ બનાવવા માટે પહેલાં ગોળ, સૂરોખારમાંથી લહાન તૈયાર કરવામાં આવે છે અને પછી તેને માટીમાં દબાવી દેવામાં આવે છે. તેને વધુ નશીલું બનાવવા માટે તેમાં યુરિયા, બેસરમબેલ અને ઓક્સીટોસીન મિક્સ કરવામાં આવે છે. આ જ ભેળસેળ મૃત્યુનું કારણ બને છે.

    નવી દિલ્હીના એમ્સના ડીએમ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સંજય ચુઘનું કહેવું છે કે, દેશી દારૂમાં એમોનિયમ નાઇટ્રેટ (યુરિયા) અને ઓક્સીટોસિન ઉમેરવાથી મિથેનોલ (મિથિાઇલ આલ્કોહોલ) બની જાય છે. આ પાછળથી મૃત્યુનું કારણ બને છે.મિથેનોલનાં વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલાં અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મરી જાય છે.15થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.

    દેશી દારૂને વધારે નશીલી બનાવવા માટે તેમાં ઓક્સીટોસિન ભેળવવામાં આવે છે. સ્ટડીમાં ખબર પડી કે ઓક્સીટોસિનથી નપુંસકતા અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ રહે છે. ઓક્સીટોસિન લેવાથી આંખો અને પેટમાં બળતરા થાય છે. આંખોની રોશની પણ જઈ શકે છે.

    ડૉક્ટર ચુઘે કહ્યું કે, ખાસ વાત એ છે કે ઝેરી દારૂની સારવાર પણ દારૂ (ઇથેનોલ) જ છે. આ ઉપરાંત ફોમીપીઝોલ દવા પણ અસરકારક છે. મિથેનોલના ઝેરની સારવાર ઇથેનોલ છે. ઝેરી દારૂ એન્ટિડોટ રીતે પણ ટેબલેટમાં મળે છે, પરંતુ ભારતમાં તેની અવેલેબિલિટી ઘણી ઓછી છે.ઝેરી દારૂ પીતા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. એ પછી ઝેરને શરીરની બહાર કાઢવા દર્દીનો ડાયાલિસિસ પણ કરવો પડે છે.દર્દીની માત્ર સપોર્ટીવ સારવાર થાય છે. જેમ કે, ઓક્સીટોસિન સરખું કરવું અને મિથેનોલ આલ્કોહોલ માટે એન્ટિડોટ આપવા. ઘણીવાર દર્દીના પેટમાં ધોવાણ (સ્ટમક વૉશ) પણ મદદરૂપ થાય છે, પરંતુ જો તેને દાખલ કરવામાં મોડું થાય છે તો તેનો કોઈ ફાયદો નથી.


Download Our B K News Today App



Related News