ટિકટોકે ભારતમાં કારોબાર બંધ કર્યો, 2 હજારથી વધારે કર્મચારી બેરોજગાર થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 12:19:10
  • Views : 288
  • Modified Date : 2021-01-28 12:19:10

    ચાઈનીઝ કંપની બાઈટડાન્સે ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ભારતમાં શૉર્ટ વીડિયો એપ ટિકટોક પરના બૅનને ધ્યાનમાં રાખી આ જાહેરાત કરી છે. ટિકટોકના ગ્લોબલ હેડ વેનેસા પપાસ અને ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સના વાઈસ પ્રેસિડન્ટ બ્લેક ચેંડલીએ ઈમેલ દ્વારા કર્મચારીઓને શટડાઉનની માહિતી આપી છે. બૅન પહેલાં ભારતમાં ટિકટોકના 20 કરોડથી વધારે યુઝર્સ હતા.

    ટિકટોકના પ્રવક્તાએ કહ્યું કે આ ખૂબ નાખુશ થવાય તેવી વાત છે કે છેલ્લા 7 મહિનાઓથી અમારા પ્રયાસો છતાં સરકાર તરફથી અમને કોઈ સ્પષ્ટ આદેશ મળ્યા નથી કે એપ્સના કમબેક માટે અમારે શું કરવાનું રહેશે. આટલા લાંબા સમય સુધી અમારા 2000થી વધારે કર્મચારીઓને સહયોગ આપ્યા બાદ હવે તેમને નોકરીમાંથી કાઢ્યા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી.ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે અમે નથી જાણતા કે ભારતમાં અમારું કમબેક ક્યારે થશે, પરંતુ કમબેકનો ભરોસો છે અને એક દિવસ જરૂર કરીશું. બાયટડાન્સથી જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બુધવારની એક મીટિંગમાં કંપનીએ ભારતમાં પોતાનો કારોબાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની કર્મચારીઓને 3 મહિનાના પગાર સાથે કંપની સાથે કામ કર્યાના વર્ષના અનુપાતમાં વધારાના મહિનાનો પણ પગાર આપશે.

    ભારતમાં બૅન અને અમેરિકામાં કાયદાકીય લડત ચાલી રહી હોવા છતાં ટિકટોક 2020માં ગ્લોબલી સૌથી વધુ કમાણી કરનાર એપ બની છે, જેમાં કંપનીને 3.9 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.એપ એનાલિટિક્સ ફર્મ એપટોપિયાના આંકડા અનુસાર, 85 કરોડ સાથે ટિકટોક 2020માં દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ થનાર એપ બની છે. ત્યારબાદ 60 કરોડ ડાઉનલોડ સાથે વ્હોટ્સએપ અને 54 કરોડ ડાઉનલોડ સાથે ફેસબુક એપ છે. ગલવાનમાં ભારત-ચીનના સૈનિકોની ઝપાઝપી બાદ સરકારે 29 જૂને ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ બૅન કરી હતી.


Download Our B K News Today App



Related News