લોન્ચિંગના થોડા દિવસ પહેલાં જ લીક થઈ રિયલમી X7 5Gની કિંમત, જાણો વેરિઅન્ટ પ્રમાણે સ્માર્ટફોનની કિંમત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 14:31:38
  • Views : 282
  • Modified Date : 2021-01-31 14:31:38

    રિયલમીના અપકમિંગ સ્માર્ટફોન રિયલમી X7 5Gની કિંમત લોન્ચિંગ પહેલાં જ લીક થઈ છે. આ સ્માર્ટફોન રિયલમી X7 પ્રો 5G સાથે લોન્ચ થશે. રિપોર્ટ પ્રમાણે, રિયલમી X7 5Gનું ઈન્ડિયન વેરિઅન્ટ ચીનમાં આ મહિને જ લોન્ચ થયેલાં રિયલમી V15થી મેળ ખાય છે.ટ્વિટર પર Gadgetsdata નામનું અકાઉન્ટ ધરાવતા એક ટેક ટિપ્સ્ટરે રિઅલમી X7 5Gની કિંમત લીક કરી છે. ટિપ્સ્ટરે દાવો કર્યો છે કે 6GB+128GB વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા હશે. રિયલમી X7 5G અને રિયલમી X7 પ્રો 5Gનું લોન્ચિંગ 4 ફેબ્રુઆરીએ થશે. કોરોનાને ધ્યાનમાં રાખતા ઈવેન્ટનું આયોજન વર્ચ્યુઅલી કરવામાં આવશે. કંપનીએ સ્માર્ટફોન્સનું ટીઝર ફ્લિપકાર્ટ પર રિલીઝ કર્યું છે.

    આ સ્માર્ટફઓનમાં સુપર AMOLED ફુલ HD ડિસ્પ્લે મળશે. કંપની આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રોસેસર આપવામાં આવશે. ફોનમાં 64MP પ્રાઈમરી કેમેરાનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. આ સેટઅપમાં 8MP અને 2MPના કેમેરા મળશે. રિયલમી સ્માર્ટફોનમાં 4,300mAhની બેટરી અને 50 વૉટ સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.

    આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી સુપર AMOLED ડિસ્પ્લે મળશે. આ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 1000+ પ્રોસેસરથી સજ્જ હશે. તેમાં ફોટોગ્રાફી માટે 64MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે. આ ફોન 65 વૉટ સુપર ડાર્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.

Download Our B K News Today App



Related News