કોમન મેનેજમેન્ટ ટેસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, 22 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 13:42:25
  • Views : 241
  • Modified Date : 2021-01-30 13:42:25

    કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (CMAT) માટે અરજી કરવાની આજે છેલ્લી તક છે. પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો શનિવાર સુધીમાં અરજીની પ્રક્રિયા સમાપ્ત થાય તે પહેલાં આ પરીક્ષા માટે ઓફિશિયલ વેબસાઇટ cmat.nta.nic.in પર જઇને અરજી કરી શકે છે. અગાઉ, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી, જે પછી એજન્સી દ્વારા વધારીને 30 જાન્યુઆરી કરવામાં આવી હતી.

    એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા રિવાઇઝ્ડ શિડ્યૂલ મુજબ, હવે ઉમેદવારો 31 જાન્યુઆરી સુધીમાં એપ્લિકેશન ફી સબમિટ કરી શકશે. જ્યારે એપ્લિકેશનમાં સુધારો કરવા માટે કરેક્શન વિંડો 1 અને 2 ફેબ્રુઆરીએ ખુલશે. જો કે, પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. CMAT 2021 22થી 27 ફેબ્રુઆરી દરમિયાન જ લેવામાં આવશે.

    કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ એક કમ્પ્યૂટર બેઝ્ડ ઓનલાઇન એક્ઝામ છે, જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. નેશનલ લેવલની આ પરીક્ષા દ્વારા મેનેજમેન્ટ કોર્સિસમાં એડમિશન આપવામાં આવે છે.



Download Our B K News Today App



Related News