ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટરમાં આંગળી ટચ કરતાં જ બાઇક સ્ટાર્ટ થઈ જશે, ચાવી ભરાવવાની પણ જરૂર નહીં પડે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 15:56:50
  • Views : 428
  • Modified Date : 2020-12-26 15:56:50

    ઓટોમોબાઈલ કંપનીઓ તેનાં વાહનોને હાઇટેક બનાવવા માટે ઘણી ફ્યુચર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આવી સ્થિતિમાં, જૂની બાઇકને એડવાન્સ બનાવવા માટે નેવનએક્સપ્રેસ નામની વેબસાઇટ ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટર લઈને આવી છે. કંપની આ બાઇક સ્ટાર્ટર માટે રિક્વાયર્મેન્ટ સબમિટ કરી રહી છે. આ ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટરની મદદથી બાઇકમાં કી-લેસ એન્ટ્રી મળશે. એટલે કે બાઇક માત્ર આંગળીથી ટચ કરતાં જ શરૂ થઈ જશે.આ ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટર તમારા સ્માર્ટફોનની જેમ અથવા બાયોમેટ્રિક લોકની જેમ જ કામ કરશે. એટલે કે આ માટે પહેલા રાઇડરે તેની ફિંગરનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ ફિંગર ટચથી બાઇક સ્ટાર્ટ થઈ જશે. આ સ્ટાર્ટરની ખાસ વાત એ હશે કે બાઇકમાં ચાવી લગાવવાની જરૂર નહીં પડે. તેનાથી બાઇકની સેફ્ટી પણ વધી જશે.

    આ પ્રોડક્ટ ખરીદવા માટે તમારે કંપનીની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેના માટે નામ, કંપની, ઇ-મેલ ID, કોન્ટેક્ટ નંબર, શહેર, દેશ અને સરનામું જરૂરી રહેશે. યુઝરે પોતાની માહિતી સંબંધિત ડોક્યૂમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહેશે. માહિતી સબમિટ થયા પછી કંપની તમારો સંપર્ક કરશે. આ પ્રોડક્ટની કિંમત અંગે હજી સુધી કોઈ ભાવ જાહેર કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2021માં આ પ્રોડક્ટ ઓપન સેલ માટે લાવવામાં આવશે.
    બીજી ઘણી કંપનીઓ પણ આવી પ્રોડક્ટ્સ બનાવી રહી છે. તેમજ, ઘણી કંપનીઓ આ પ્રકારની પ્રોડક્ટ લોન્ચ પણ કરી ચૂકી છે. પરંતુ હજી તેનો ઉપયોગ ઘણી બાઇક્સ પર નથી થઈ રહ્યો.આમાં તમે ઘણા બધા રાઇડર્સના ફિંગરપ્રિન્ટ ડેટા સ્ટોર કરી શકશો.તેમાં એન્ટિ-ટોઇંગ ફીચર આપવામાં આવ્યું છે, એટલે કે તમને SMS દ્વારા અલર્ટ મળી જશે.એન્ટિ થીફ ફીચર સાથે GPS ટ્રેકર પણ આપવામાં આવ્યું છે.બાઇક શરૂ કરવા માટે કોઈ ચાવીની જરૂર નહીં રહે.આ સ્ટાર્ટર વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે, એટલે કે તે દરેક સિઝનમાં કામ કરશે.પ્રોડક્ટ ખરીદવા રજિસ્ટ્રેશન કરાવવું પડશે

    Download Our B K News Today App



    Related News