મહામારીમાં દરેકની લાઇફસ્ટાઇલ બદલાઈ, પ્રિયજનોને એક્સર્સાઇઝ મેટથી લઇને ડ્રાયફ્રૂટ કીટ સહિત 10 ઉપયોગી ગિફ્ટ આપી શકાય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 12:34:00
  • Views : 253
  • Modified Date : 2020-12-22 12:34:00

    જ્યારે આપણે વર્ષ 2020ના આગમનની ઉજવણી કરી રહ્યાં હતાં અને દરેક સાથે ખુશીઓ વહેંચી રહ્યા હતા. ત્યારે લોકો તેમના પ્રિયજનોને વિવિધ પ્રકારની ભેટો આપતા. તેમાં ફોટો કેલેન્ડર, બેલ્ટ અને ઘડિયાળ વગેરે જેવી ઘણી બધી ગિફ્ટ્સ હતી. આપણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે વર્ષ બદલાતાં થોડા મહિના પછી બધું બદલાઈ જશે. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, કોરોના પછી આખી દુનિયાની લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ છે અને લોકો હેલ્થ રિસ્કને લઈને પણ જાગૃત થયા છે. ડ્રેસથી માંડીને ખાણી-પીણીની ટેવ પણ બદલાઈ ગઈ છે. વર્ષ 2020ના હવે છેલ્લા દિવસો ગણાઈ રહ્યા છે. થોડા દિવસ પછી આપણે વર્ષ 2021માં પ્રવેશ કરીશું. પરંતુ કોરોનાની અસર સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે તેવું વિચારવું સંપૂર્ણપણે ખોટું હશે. જો તમે પણ તમારા પ્રિયજનોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માગતા હો અને નવા વર્ષ અથવા ક્રિસમસ પર તેમને ગિફ્ટ આપવાનું વિચારી રહ્યાં હો તો કોરોના પછી તમે બદલાતી લાઇફસ્ટાઇલમાં એવી ગિફ્ટ્સ આપી શકો જે તેમને મદદ કરશે. ચાલો આવી 10 ગિફ્ટ્સ વિશે જાણીએ.


Download Our B K News Today App



Related News