એપ્લિકેશનમાં ફોર્મમાં ફેરફાર કરવા માટે આજે કરેક્શન વિંડો બંધ થઈ જશે, રાત્રે 11:50 વાગ્યા સુધી એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરી શકાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 13:17:37
  • Views : 221
  • Modified Date : 2021-01-30 13:17:37

    એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે યોજાનારી JEE આ વખતે એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આ વર્ષે આ પરીક્ષા હિન્દી સહિત 13 ભાષાઓમાં લેવામાં આવશે. તે ઉપરાંત પરીક્ષા પણ ચાર સેશનમાં થશે, જેના અંતર્ગત પહેલા સેશનની પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. ત્યારબાદ આ પરીક્ષા માર્ચ, એપ્રિલ, અને મે મહિનામાં આયોજીત થશે. ફેબ્રુઆરી સત્ર માટે JEE મેઈન 2021 એડમિટ કાર્ડ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઓનલાઈન મોડ જાહેર થશે.

    મેઈન 2021 પરીક્ષાના એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરવા માટે એપ્લિકેશન વિંડો આજે બંધ થઈ જશે. આવી સ્થિતિમાં જે ઉમેદવારે અત્યાર સુધી ફોર્મમાં સુધારો નથી કર્યો તે આજે એટલે કે 30 જાન્યુઆરી રાત્રે 11:50 સુધી એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરી શકે છે. કરેક્શન માટે ઉમેદવારોએ jeemain.nta.nic.in પર જવાનું રહેશે.

    ફેબ્રુઆરીમાં યોજાનારી પ્રથમ તબક્કાની પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ NTAએ કરેક્શન વિંડો ખોલવાની સાથે જ કરેક્શન વિંડો ઓપન કરવાની તારીખમાં પણ ફેરફાર કર્યો હતો. આ અંતર્ગત કરેક્શન 19 જાન્યુઆરીને બદલે 27 જાન્યુઆરીથી ઓપન કરવામાં આવી હતી, જે આજ રાત સુધી ખુલ્લી રહેશે. તેમજ, એજન્સીએ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી એક ફેક વેબસાઇટનું URL jeeguide.co.in રજૂ કરીને એજન્સીએ ઉમેદવારને અલર્ટ રહેવાની સલાહ આપી છે.


Download Our B K News Today App



Related News