બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર ગ્રાહકોને હેલ્થ ઈન્શ્યોરન્સ કવર આપી રહી છે, તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે કે નહીં અહીં સમજો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 14:19:49
  • Views : 259
  • Modified Date : 2021-01-07 14:19:49

    ઘણી બેંકો ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવવા પર ફ્રી હેલ્થ ઈન્શ્યોરન્સ ઓફર કરી રહી છે. આ સમયે DCB બેંક અને ICICI બેંક આ સુવિધા આપી રહી છે. DCB બેંક FDની સાથે હેલ્થ ઈન્શ્યોરન્સ બેનિફિટ્સ આપી રહી છે, તેમજ ICICI બેંક FD પર હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ બેનિફિટ્સ આપી રહી છે.

    DCB બેંક હેલ્થ ઈન્શ્યોરન્સ પર OPD કન્સલ્ટેશન્સ, નિર્ધારિત સમયની અંદર દવાઓનો ખર્ચ જેવા બેનિફિટ્સ આપી રહી છે. તેમજ ICICI બેંક તેની FD એક્સ્ટ્રા ઓપ્શન અંતર્ગત ક્રિટિકલ ઈલનેસ બેનિફિટ્સ ઓફર કરી રહી છે. આજે અમે તમને આ FD વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારા હિસાબથી નક્કી કરી શકો કે તમારા માટે યોગ્ય રહેશે કે નહીં...આ ફિક્સ્ડ ડિપોઝિટ પર હંમેશાં સ્ટાન્ડર્ડ રેટેસ ઓફર કરવામાં આવે છે. તેથી તમને FD પર તે જ વ્યાજ મળશે જે બેંક નોર્મલ ડિપોઝિટ પર આપે છે. તેનો ટેન્યોર (સમયગાળો) ફિક્સ્ડ હોય છે. જેમ કે, DCB બેંકની હેલ્થ પ્લસ FD માત્ર 700 દિવસ માટે ઉપલબ્ધ છે. તેમજ ICICI બેંકની આ સ્કીમ 2 વર્ષ માટે છે. દર ટેન્યોરની ફિક્સ્ડ ડિપોઝિટ પર તમને આ સુવિધા નહીં મળે.એવી FD જેમાં તમને ઈન્શ્યોરન્સનો પણ ફાયદો મળે તેમાં તમારે એક નિશ્ચિત રોકાણ કરવું પડશે. DCB બેંકની હેલ્થ પ્લસ પોલિસી માટે મિનિમમ 10 હજાર રૂપિયાની FD કરાવવી પડશે. તેમજ ICICI FD એક્સ્ટ્રામાં 2 લાખથી 3 લાખ રૂપિયાની FD પર હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા મળી રહી છે.

    FD પર મળતા હેલ્થ ઈન્શ્યોરન્સ પર મર્યાદિત કવર મળે છે. ICICI બેંકની તરફથી ગંભીર બીમારીની સારવાર માટે વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. તે ઉપરાંત તેમાં વયમર્યાદા પણ છે. ICICI બેંકની FDમાં ઉંમર 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ. DCB બેંકમાં આ મર્યાદા 70 વર્ષની છે.તમને FD પર એટલું જ વ્યાજ મળશે જે બેંક નોર્મલ ડિપોઝિટ પર આપે છે. આવી સ્થિતિમાં જો તમે તે અવધિ અને રકમ રોકાણ કરવા માગો છો જેના પર ઈન્શ્યોરન્સનો ફાયદો મળી રહ્યો છે તો તમારા માટે આ પ્રકારની FDમાં રોકાણ કરવું યોગ્ય રહશે. તે ઉપરાંત જો તમે આ પ્રકારની પોલિસીનો ફાયદો લેવા માટે FD કરાવી રહ્યા છો. તો તમારે તેના તમામ નિયમ અને શરતો વિશે ધ્યાનથી જાણવું જોઈએ. ICICI બેંકની આ FD માટે અહીં ક્લિક કરો અને DCB બેંકની આ FD માટે અહીં ક્લિક કરો.


Download Our B K News Today App



Related News