8499 રૂપિયાના ટેક્નો સ્પાર્ક 6 ગોમાં મળે છે મોટી બેટરી અને ડિસ્પ્લે, આ જ કિંમતના રિયલમી નાર્ઝો 20Aથી ટક્કર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 12:40:00
  • Views : 320
  • Modified Date : 2020-12-28 12:40:00

    અફોર્ડેબલ સ્માર્ટફોન મેકર ટેક્નોએ તાજેતરમાં જ પોતાનો લૉ બજેટ સ્માર્ટફોન ટેક્નો સ્પાર્ક 6 ગો લોન્ચ કર્યો છે. ફોનની કિંમત 9 હજાર રૂપિયા કરતાં પણ ઓછી છે. તેને ઓછું બજેટ ધરાવતા ગ્રાહકો માટે તૈયાર કરાયો છે.

    સસ્તાં ફોનમાં પણ ઘણા સારા સ્પેસિફિકેશન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ડિસ્પ્લે, બેટરી અને મેમરી. ફોનમાં 6.52 ઈંચની મોટી HD+ ડિસ્પ્લે અને 5000mAhની બેટરી છે. તો ચાલો ફર્સ્ટ ઓપિનિયનથી જાણીએ ટેક્નોના આ ફોનમાં શું નવું છે, કયા ફીચર્સ ફોનને ખાસ બનાવશે અને માર્કેટમાં કોનાથી ટક્કર થશે.કંપનીએ તેનું સિંગલ 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.ફોન લિમિટેડ પીરિયડ ઓફર માટે 8499 રૂપિયામાં અવેલેબલ છે ત્યાર બાદ તેની કિંમત 8699 રૂપિયા થઈ જશે.ફ્લિપકાર્ટ ફોન પર 7950 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખશે.7 જાન્યુઆરીથી તેની ખરીદી દેશભરના ટેક્નો રિટેલ સ્ટોર પરથી કરી શકાશે.ફોન આઈસ ઝેડાઈટ, મિસ્ટ્રી વ્હાઈટસ અને વ્હાઈટ એક્વા બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. કંપની તેની સાથે વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ વૉરન્ટી પણ આપી રહી છે.

  • ડિસ્પ્લેની વાત કરીએ તો બંને ફોનમાં લગભગ એકસરખી ડિસ્પ્લે છે અને સામાન્ય અંતર છે. સ્પાર્ક 6 ગો HD પ્લસ TFT જ્યારે રિયલમી નાર્ઝો 20Aમાં HD+ LCD ડિસ્પ્લે મળે છે.
  • પ્રોસેસર મામલે ક્વોલકૉમ સ્નેપડ્રેગન 655 ધરાવતો નાર્ઝો 20 સારો છે. સ્પાર્ક 6 ગોમાં મીડિયાટેક હીલિયો A25 પ્રોસેસર છે. બંને ફોનમાં એન્ડ્રોઈડ 10 OS છે, જો કે તેમાં UI અલગ છે.
  • રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો, 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે સ્પાર્ક 6 ગો સેગમેન્ટનો સૌથી વ્યાજબી ફોન છે. રિયલમી નાર્ઝો 20Aમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજ મળશે એટલે કે અહિ સ્પાર્ક 6 ગો ફોન આગળ છે કારણ કે તેમાં એક્સપાન્ડેબલ મેમરીનો ઓપ્શન પણ સારો મળે છે.
  • કેમેરા મામલે 12MP+2MP+2MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ સાથે નાર્ઝો 20 આગળ છે, કારણ કે સ્પાર્ક 6 ગોમાં માત્ર 13MP+AI Lensનો ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી માટે બંનેમાં 8MP કેમેરા છે.
  • બેટરી જોઈએ તો બંનેમાં 5000mAh છે પરંતુ નાર્ઝો 20માં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે એટલે કે તેને પાવરબેંકની જેમ પણ ઉપયોગ કરી શકાશે. કમ્પેરિઝન પરથી કહી શકાય કે રેમ-સ્ટોરેજ અને એક્સપાન્ડેબલ મેમરી તમારી પ્રાયોરિટી હોય તો ટેક્નો સ્પાર્ક 6 ગો બેસ્ટ છે, નહિ તો રિયલમી નાર્ઝો 20 પણ સારો ઓપ્શન છે.
ટેક્નો સ્પાર્ક 6 ગોરિયલમી નાર્ઝો 20A
ડિસ્પ્લે સાઈઝ6.52 ઈંચ6.50 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ TFTHD+ LCD
OSએન્ડ્રોઈડ 10એન્ડ્રોઈડ 10
પ્રોસેસરમીડિયાટેક હીલિયો A25ક્વાલકોમ સ્નેપડ્રેગન 665
રેમ+સ્ટોરેજ4GB+64GB3GB+32GB/4GB+64GB
એક્સપાન્ડેબલ512GB256GB
રિઅર કેમેરા13MP+AI લેન્સ12MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા8MP8MP

બેટરી

5000mAh5000mAh વિથ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ

Download Our B K News Today App



Related News