સબસ્ક્રાઈબર નેશનલ પેન્શન સિસ્ટમમાંથી નીકળવા માટે વિડ્રોઅલ એપ્લિકેશન ઓનલાઈન પણ આપી શકશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 11:49:24
  • Views : 283
  • Modified Date : 2020-12-31 11:49:24

    પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDAએ બુધવારે જણાવ્યું હતું કે, જે સબસ્ક્રાઈબર નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માંથી નીકળવા માગે છે તો તેઓ આ કામ ઓનલાઈન પણ કરી શકે છે. તેના અનુસાર, NPSમાંથી વર્તમાન ઉપાડની વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઓફલાઈન છે, જેમાં સબસ્ક્રાઈબરને ખાતું બંધ કરવા માટે ઓર્થરાઈઝ્ડ સેન્ટર પર જવું પડે છે.

    પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી સબસ્ક્રાઈબરને ઉપાડ માટે NPS વિડ્રોઅલ ફોર્મ ભરીને તેના જરૂરી દસ્તાવેજોની સાથે પોઇન્ટ ઓફ પ્રેઝન્સ (POP) એટલે કે ઓર્થરાઈઝ્ડ સેન્ટર પર જમા કરાવવા પડતા હતા. PFRDAએ કહ્યું, હવે વિડ્રોઅલ ફોર્મ જમા કરાવવા માટે સબસ્ક્રાઈબરને વર્તમાન ઓફલાઈન પ્રોસેસની સાથે ઓનલાઈન ઓપ્શન પણ ઉપલબ્ધ હશે. આ ઓપ્શનમાં સબસ્ક્રાઈબર OTP અથવા ઈ-સાઈન દ્વારા વિડ્રોઅલ રિક્વેસ્ટને ઓર્થરાઈઝ કરી શકશે.

    PFRDAએ કહ્યું કે, સબસ્ક્રાઈબરને ઓનલાઈન પ્રોસેસમાં લોગ-ઈન ID અને પાસવર્ડ દ્વારા સેન્ટ્રલ રેકર્ડ કીપીંગ એજન્સી (CRA)સિસ્ટમમાં એક્ઝિટ પ્રોસેસ શરૂ કરવાની રહેશે. ત્યારબાદ એન્યુટી સર્વિસ પ્રોવાઈડર (ASP), એન્યુટી સ્કીમ ઉપરાંત એક સામટું પેમેન્ટ અને એન્યુટીની ખરીદારી સંબંધિત માહિતી આપવી પડશે અને વિડ્રોઅલ ડોક્યુમેન્ટને KYCની સાથે અપલોડ કરવા પડશે. ત્યારબાદ ઓર્થરાઈઝ્ટ સેન્ટર ઈન્સ્ટન્ટ બેંક અકાઉન્ટ વેરિફિકેશન દ્વારા સબસ્ક્રાઈબરના બેંક અકાઉન્ટ નંબરની ઓળખ કરશે અને તેના અપલોડેડ ડોક્યુમેન્ટનું વેરિફાઈ કરશે. NPS સબસ્ક્રાઈબર્સને ઓનલાઈન અથવા ઓફલાઈન વિડ્રોઅલ રિક્વેસ્ટની પ્રોસેસિંગ માટે ઓર્થરાઈઝ્ડ સેન્ટરની ફીમાં કોરપસના 0.125 ટકા હિસ્સો મળશે, જે ઓછામાં ઓછા 125 રૂપિયા અને વધુમાં વધુ 500 રૂપિયા હશે.


Download Our B K News Today App



Related News