SBIએ PO પ્રી-એક્ઝામનું પરિણામ જાહેર કર્યું, રિઝલ્ટ sbi.co.in પર જોઈ શકાશે; 4,5 અને 6 જાન્યુઆરીએ પરીક્ષા લેવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 13:54:59
  • Views : 280
  • Modified Date : 2021-01-19 13:54:59

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ SBI PO પ્રી પરીક્ષા 2020નું રિઝલ્ટ જાહેર કર્યું છે. આ ભરતી પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો બેંકની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પર પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. રિઝલ્ટની લિંક ઓનલાઈન એક્ટિવેટ કરી દેવામાં આવી છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસરના પદ પર ભરતી માટે આ પરીક્ષા 4,5 અને 6 જાન્યુઆરી 2021ના રોજ લેવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો સામેલ થયા હતા. પ્રી પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને હવે મેઈન એક્ઝામ માટે બોલાવવામાં આવશે. મેઈન એક્ઝામ સંબંધિત તમામ જાણકારી ટૂંક સમયમાં ઓફિશિયલ વેબસાઈટ પર શેર કરવામાં આવશે.

  • -સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in/careers પર જવું
  • -હોમપેજ પર SBI PO પ્રી પરીક્ષા રિઝલ્ટની લિંક પર ક્લિક કરો
  • -હવે નવું પેજ ઓપન થવા પર માગવામાં આવેલી જાણકારી દાખલ કરો.
  • -ત્યારબાદ સબમિટ કરતા જ રિઝલ્ટ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.
  • -તેને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે એક પ્રિન્ટ જરૂરથી કાઢી લેવી.

Download Our B K News Today App



Related News