9મા ધોરણથી PHD સુધી સંસ્કૃતના વિદ્યાર્થીઓને 25 હજાર રૂપિયા સુધીની સ્કોલરશિપ મળશે, ઓનલાઇન અપ્લાય કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 13:32:56
  • Views : 369
  • Modified Date : 2021-01-04 13:32:56

    કેન્દ્ર સરકારે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા અને દેવવાણી કહેવાતી સંસ્કૃત ભાષાના ડેવલપમેન્ટ અને પ્રમોશન માટે નવી પહેલ કરી છે. કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય સંચાલિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીએ સંસ્કૃતનો અભ્યાસ કરનારા બાળકોને એન્યુઅલ સ્કોલરશિપ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત 9મા ધોરણથી PHD સુધીના સંસ્કૃત વિદ્યાર્થીઓને દર વર્ષે 5 હજારથી 25 હજાર રૂપિયાની સ્કોલરશિપ મળશે.સ્કોલરશિપ માટે એપ્લિકેશન ફોર્મ ફક્ત ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. કોઇપણ એપ્લિકેશન ફોર્મ અથવા સર્ટિફિકેટ પોસ્ટ દ્વારા અથવા અન્ય રીતે મોકલવા માટે કોઈ વિચારણા કરવામાં આવશે નહીં.ઇન્ટર સુધીના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે ફક્ત સંસ્કૃત વિષયના ગુણના આધારે પ્રેફરન્સ ઓર્ડર તૈયાર કરવામાં આવશે.

    સંસ્કૃત ઓનર્સ માટે પહેલાના તમામ વિષયોના પૂર્ણાંક પર પસંદગીનો ક્રમ નક્કી કરવામાં આવશે.અગાઉના વર્ગમાં વૈકલ્પિક વિષયો તરીકે 100 ગુણની સંસ્કૃત ભાષા લેવામાં આવી હોય.સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલા હોવા જોઈએ.OBC વિદ્યાર્થીઓ માટે 55% અને SC, ST, દિવ્યાંગ કેટેગરીમાં 50% ગુણ ફરજિયાત છે.9 અને 10મા ધોરણમાં 5 હજાર રૂપિયા11-12 ધોરણમાં 6 હજાર રૂપિયાગ્રેજ્યુએશન માટે 8 હજાર રૂપિયાપીજી વિદ્યાર્થીઓ માટે 10 હજાર રૂપિયાPHD અથવા તેના સમકક્ષ માટે 25 હજાર રૂપિયા.

Download Our B K News Today App



Related News