જુલાઈ સુધી લોન્ચ થઈ શકે છે ‘ગેલેક્સી Z ફ્લિપ 3’ અને ‘ગેલેક્સી Z ફોલ્ડ 3’ સ્માર્ટફોન, જાણો તેનાં સ્પેસિફિકેશન્સ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 13:24:50
  • Views : 348
  • Modified Date : 2021-02-07 13:24:50

    સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ પોતાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ વર્ષે જૂન મહિના પછી ‘ગેલેક્સી Z ફ્લિપ 3’ અને ‘ગેલેક્સી Z ફોલ્ડ 3’ સ્માર્ટફોન ગ્લોબલી લોન્ચ કરી શકે છે. કંપની તેનું ડેબ્યુ જુલાઈમાં કરી શકે છે.

    ટેક ટિપ્સ્ટર આઈસ યુનિવર્સના ટ્વીટ પર બેઝ્ડ એક રિપોર્ટ અનુસાર, S પેન સપોર્ટ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 3 અને ‘ગેલેક્સી Z ફ્લિપ 3’ને લોન્ચ કરવામાં સેમસંગને 5 મહિનાનો સમય લાગશે. સેમમોબાઈલના એક જૂના રિપોર્ટ પ્રમાણે, ‘ગેલેક્સી Z ફ્લિપ 3’ એક ફુલ ફ્લેગશિપ સ્માર્ટફોન નહિ હોય બલકે તે એક બજેટ ફ્લેગશિપ ડિવાઈસ તરીકે લોન્ચ થશે.‘ગેલેક્સી Z ફોલ્ડ 3’માં 7.55 ઈંચની ઈન્ટર્નલ ડિસ્પ્લે અને 6.21 ઈંચની કવર ડિસ્પ્લે મળી શકે છે. ‘ગેલેક્સી Z ફોલ્ડ 3’ની કિંમત ગેલેક્સી ફોલ્ડ 2 જેટલી જ હોઈ શકે છે. કંપનીએ સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 2ને મોટા ભાગના માર્કેટમાં $2,000 (આશરે 1.45 લાખ રૂપિયા)ની કિંમત સાથે લોન્ચ કર્યો હતો. ‘ગેલેક્સી Z ફોલ્ડ 3’ની કિંમત પણ આટલી જ હોઈ શકે છે.

    ‘ગેલેક્સી Z ફ્લિપ 3’માં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.7 ઈંચની ફોલ્ડેબલ સ્ક્રીન મળી શકે છે. આ સિવાય તેમાં પાતળી બેઝલ્સ અને નાના પંચ હોલ મળી શકે છે. ફોનમાં 3900mAhની બેટરી મળી શકે છે.

    સેમસંગ આ વર્ષે 3 પ્રકારના ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. OLED રિસર્ચ ફર્મ UBI રિસર્ચ પ્રમાણે, કંપની પોતાના ત્રીજા ફોલ્ડેબલ તરકે ‘ગેલેક્સી Z ફોલ્ડ લાઈટ’ પણ લોન્ચ કરી શકે છે. ત્રણેય મોડેલમાં અલ્ટ્રા થિન ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે.સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ લાઈટની કિંમત ઓછી રાખવા માટે કંપની તેને સસ્તી ઈન્ટર્નલ સમાન ડિસ્પ્લે કોન્ફિગ્રેશન સાથે રજૂ કરશે. બની શકે આ સ્માર્ટફોન અંડર ડિસ્પ્લે કેમેરા ટેક્નોલોજી વગરના હોય, પરંતુ તેની એક્સર્ટનલ ડિસ્પ્લે 3 ઈંચની હશે. ઓરિજિનલ Z ફ્લિપમાં 1.1 ઈંચની એક્સટર્નલ ડિસ્પ્લે છે.

Download Our B K News Today App



Related News