4 રિઅર કેમેરા સાથે સેમસંગ ‘ગેલેક્સી A12’ સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થશે, જાણો ફોન કયા સ્પેસિફિકેશન્સથી સજ્જ હશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 12:01:07
  • Views : 229
  • Modified Date : 2021-02-14 12:01:07

    સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ટૂંક સમયમાં ભારતમાં તેનો અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી A12 લોન્ચ કરી શકે છે. કંપનીએ ઈન્ડિયન વેબસાઈટ પર તેનું સપોર્ટ પેજ લોન્ચ કર્યું છે. તેમાં ફોનનું 4GB વેરિઅન્ટ લોન્ચ થશે તેવી માહિતી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન યુરોપમાં પહેલાંથી લોન્ચ થઈ ચૂક્યો છે.લોન્ચિંગ પહેલાં સ્માર્ટફોનનાં અનેક લીક સામે આવી ચૂક્યા છે. ટેક ટિપ્સ્ટર મુકુલ શર્માએ ટ્વીટ કરી તેનાં લોન્ચિંગની હિન્ટ આપી છે. ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. શર્માના ટ્વીટ પ્રમાણે ફોનની કિંમત 15,000 રૂપિયાની આસપાસ હશે. યુરોપમાં આ ફોન નવેમ્બર 2020માં લોન્ચ થઈ ચૂક્યો છે. તેનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત હાલ 169 યુરો (આશરે 14,900 રૂપિયા) છે.

  • -યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે.
  • -ફોનમાં 4GBની રેમ અને 64GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. તેને SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
  • -ફોનમાં 48MP+5MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • -સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
  • -સિક્યોરિટી માટે ફોન ફિંગર પ્રિન્ટ સેન્સર સપોર્ટ કરશે.
  • -કનેક્ટિવિટી તેમાં 4G,વાઈફાઈ, બ્લુટૂથ, NFC,GPS અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
  • -ફોન 5000mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે.

Download Our B K News Today App



Related News