RRBએ ત્રીજા ફેઝની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પરીક્ષા લેવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 13:41:07
  • Views : 316
  • Modified Date : 2021-01-28 13:41:07

    રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)એ નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC)ના ત્રીજા ફેઝની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. 31 જાન્યુઆરીથી શરૂ થનારી પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ દ્વારા પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ત્રીજા ફેઝની પરીક્ષા 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે, જેમાં 28 લાખ ઉમેદવારો સામેલ થશે.

    અગાઉ બીજા ફેઝની એક્ઝામ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, જે 30 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. બીજા ફેઝની પરીક્ષા 27 લાખ ઉમેદવારો માટે લેવામાં આવી રહી છે. RRB NTPC- 2019 પરીક્ષા માટે લગભગ 1.25 કરોડ ઉમેદવારોએ અરજી કરી છે. તબક્કાવાર પરીક્ષા 28 ડિસેમ્બરથી શરૂ થઈ, જે માર્ચ 2021 સુધી ચાલશે. પહેલા તબક્કાની પરીક્ષામાં 23 લાખ ઉમેદવારો સામેલ થયા હતા.

  • - સૌથી પહેલા તમારા સંબંધિત ઝોનની RRBની વેબસાઈટ પર જાવ
  • - ત્યારબાદ હોમ પેજ પર ફેઝ-3 એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.
  • - હવે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરો.
  • - હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કાઢી લો.

Download Our B K News Today App



Related News