કોરોના ટાઈમમાં સંબંધો વધુ મજબૂત બન્યાં, 2020માં માતાપિતાએ બાળકો પાસેથી 4 મહત્ત્વપૂર્ણ બાબતો શીખી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 11:47:19
  • Views : 300
  • Modified Date : 2020-12-25 11:47:19

    કોરોના મહામારીએ દુનિયામાં 17 લાખ લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધી 8 કરોડથી વધારે લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. પોતાનો જીવ ગુમાવનારાઓમાં લાખોની સંખ્યામાં માતાપિતા અને બાળકો પણ છે. આ સિવાય એક સારી બાબત પણ સામે આવી છે. તે એ છે કે કોરોનાના સમયગાળામાં બાળકો અને માતાપિતાની વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા છે. તેમની વચ્ચે ઈમોશનલ અટેચમેન્ટ વધ્યું છે.અમેરિકામાં રહેતી 7 વર્ષની સેરેના કહે છે કે મારા માટે 2020 સારું વર્ષ રહ્યું. સેરેનાની આ વાત દરેકને આશ્ચર્યચકિત કરી શકે છે. સેરેનાની માતા હેલી પેલાડીનોને પણ તેની પુત્રી જેવું ફીલ થયું. તેમનું કહેવું છે કે 2020 થાક દૂર કરનાર વર્ષ રહ્યું. મારી ફેમિલીએ પહેલી વખત થેંક્સ ગિવિંગ હોલિડે ગ્રાન્ડ પેરેન્ટ્સ અને કઝિન વગર સેલિબ્રેટ કર્યું હતું.

    જો કે હેલી કહે છે કે કોરોનાના કારણે સ્કૂલ બંધ હતી. બાળકો માટે રિમોટ લર્નિંગ એક્સપિરિઅન્સ સારો નથી રહ્યો. સમર કેમ્પ કેન્સલ થઈ ગયા. પોતાની પ્લે રાઈટિંગ કરિયર હોલ્ડ પર છે. તે હિસાબથી તો વર્ષ સારું નથી રહ્યું.2020માં શું સારું રહ્યું? તેનો જવાબ આપતા સેરેના કહે છે કે ફેમિલીની સાથે મૂવી નાઈટ, ભાઈની સાથે વીડિયો ગેમ રમવાની અને પિતાની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાની મજા આવી. તેથી 2020 મારા માટે સારું રહ્યું.દીકરીની વાત સાંભળીને પેલાડીનો કહે છે કે સમસ્યાઓની વચ્ચે પરિવારની સાથે રહેવાનું પસંદ આવ્યું. મારા દાદાજી હંમેશાં કહેતા હતા કે આપણે આપણું નસીબ જાતે નક્કી કરીએ છીએ. હવે દીકરીએ મને શીખવ્યું કે આપણે પોતાનું ભલું જાતે કરવું જોઈએ.

    પેલાડીનો જેવા કેટલાક બીજા પેરેન્ટ્સ સાથે પણ આ વિશે વાત કરવામાં આવી. તેમને પૂછવામાં આવ્યું કે મહામારી દરમિયાન શું શીખવા મળ્યું? તેમાં એ ફેમિલી છે, જેમને બેઝિક જરૂરિયાતો માટે સમસ્યાનો સામનો નહોતો કરવો પડ્યો. તેઓ વર્ક ફ્રોમ હોમ કરી શકે. દરેક પરિવારો માટે આ વર્ષ મુશ્કેલીભર્યું રહ્યું. પરંતુ તેમ છતાં બાળક અને પેરેન્ટ્સના સંબંધ મજબૂત થયા છે.

  •     લેરિસા લીના પતિનું કોરોનાને લીધે મૃત્યુ થયું. બાળકોએ તેને આ દુઃખમાંથી બહાર કાઢવા મદદ કરી. તેણે બાળકો પાસેથી શીખ્યું કે જે વસ્તુઓ પર આપણે કઈ કરી ના શકતા હોઈએ તેને લઈને વધારે ચિંતા ના કરવી જોઈએ.લેરિસાએ કહ્યું, આ વર્ષે હું થેન્ક્સ ગિવિંગ ડે સેલિબ્રેટ કરવા માગતી નહોતી, પરંતુ બાળકોના કહેવા પર સેલિબ્રેટ કર્યો. આ દરમિયાન મેં બાળકો સાથે કાર્ડ અને બોર્ડ ગેમ રમી. સારું મ્યુઝિક સાંભળ્યું અને સાથે મળીને ભોજન બનાવ્યું અને જમ્યા.કલેર ઓબ્રેને કહ્યું, મારી દીકરી એલિને શીખવાડ્યું કે કોઈનો દિવસ સારો બનાવવામાં મદદ કરવાથી પોઝિટિવ ફીલ થાય છે. આવું કરવાથી એકલું લાગતું નથી. મારી દીકરી છેલ્લા વર્ષથી એન્કઝાટીથી પીડિત હતી પણ તે મ્યુઝિકથી લોકોની મદદ કરી રહી છે.
    •     38 વર્ષીય એના થોમ્પસને આ વર્ષે પ્રથમ પેનિક અટેક આવ્યો હતો. એ પછી તે વધારે સ્ટ્રેસમાં રહેવા લાગી. પેનિક અટેક આવ્યો તો તેણે આ વિશે તેના બાળકોને કહ્યું. તેણે અનુભવ્યું કે બાળકો સામે ખૂલીને વાત કરવાથી તે નોર્મલ ફીલ કરે છે. હાલ તે એક ચાઈલ્ડ કેર સેન્ટર ચલાવે છે. આ સેન્ટરને તેના બાળકો સંભાળે છે.થોમ્પસને જણાવ્યું કે, બાળકો કામ સંભાળી લેશે તે વાત પર મને વિશ્વાસ નહોતો પણ હવે મારો ભ્રમ દૂર થઇ ગયો છે.મેગન શીએ કહ્યું કે, મારા બાળકો પણ પ્રમાણિક છે, મહામારી દરમિયાન મેં જે પણ અનુભવ્યું તે બધું તે લોકો જાણવા માગે છે. મેં બે અઠવાડિયાંના લોકડાઉનમાં બાળકો સાથે કોરોના વિશે વાત કરી. 6 મહિના સુધી લાઈફ-ડેથ, નસ્લવાદ જેવા ટોપિક પર વાત કરી.મેગને કોરાના પછી ઘરેથી જ કામ કરવાનું શરૂ કર્યું. તેથી તે બાળકો સાથે વધારે વાત કરી શકતી નહોતી. માર્ચમાં એક બિઝનેસ ટ્રિપથી પરત ફર્યા બાદ તેને અહેસાસ થયો કે જો લાઈફસ્ટાઈલમાં ફેરફાર ન કર્યો તો બાળકોને નહિ સમજી શકાય.
      •     લૌરા મેરી કોલમેન કહે છે કે, વર્ચ્યુલ લર્નિંગમાં તેમના બંને બાળકોને મુશ્કેલી આવી. તેમના બાળકોની ઉંમર 11 અને 13 વર્ષની છે. તેમને ડાયલેક્સિયા છે. તો પણ તેઓ ટીચર સાથે પર્સનલી વાત કરવા લાગ્યા.એરિકા બેકર કહે છે કે તેમની ફેમિલી મુશ્કેલ સમયમાં હતી. બાળકો ઓનલાઈન ક્લાસ કરી રહ્યા હતા. સ્કૂલ ફરી શરૂ થઈ તો બાળકોમાં ફેરફાર આવ્યો, 9 વર્ષનો સૌથી નાનો દીકરો લોકો સાથે વાતચીત કરવા લાગ્યો. 15 વર્ષનો દીકરો લોકોને હસાવવા લાગ્યો. 16 વર્ષનો દીકરો જે 11મા ધોરણમાં ભણે છે તે પોતાના ગોલ માટે સિરિયસ થવા લાગ્યો. તેનાથી મને ખબર પડી કે બાળકોને પીયર ગ્રુપ, ટીચર અને સ્કૂલની જરુરિયાત હોય છે. વર્ચ્યુઅલ ક્લાસ અટેન્ડ કરવો એ સ્કૂલ જવા જેવું બિલકુલ નથી.કેટરીના ડોનોવાન કહે છે કે મારો 9 વર્ષનો દીકરો પોતાની ફીલિંગ પર કન્ટ્રોલ કરી શકતો નથી. તેને ઓનલાઈન લર્નિંગમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ હવે તે સ્કૂલ જવા લાગ્યો છે હવે તે એકદમ ઓકે છે. સોશિયલ ઈન્ટરેક્શન ઓછું રાખવાથી બાળકોમાં એન્ઝાયટીની સમસ્યા થાય છે. પિતા સાથે બાસ્કેટબોલ રમવાથી તેના એગ્રેશનમાં ઘટાડો થયો.
        •     કૈરેના પોમરેન્ટઝ કહે છે કે, મારે કોરોનાકાળામાં બંને બાળકોને એન્ટરટેઈન કરવાની જરૂરત જ ન પડી. પહેલાં પતિ બાળકોને ફરવા લઈ જવામાં પ્રેશર મહેસૂસ કરતા હતા, પરંતુ હવે લોકડાઉન થવાથી બાળકો ઘરમાં જ રમે છે. એક દિવસ તેમણે ટોયલેટ પેપર રોલને કલર કરી દીધો. તેના પર મોતી સહિતના મટિરિયલથી ડેકોરેશન કર્યું. ડ્રોઈંગ્સ બનાવી ટીવી રૂમની દિવાલ પર લગાવી.

Download Our B K News Today App



Related News