આયુષ કાઉન્સેલિંગના ત્રીજા રાઉન્ડ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, 23 જાન્યુઆરી સુધી અપ્લાય કરી શકાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 14:01:29
  • Views : 281
  • Modified Date : 2021-01-19 14:01:29

    આયુષ એડમિશન્સ સેન્ટ્રલ કાઉન્સેલિંગ કમિટી (AACCC) આયુષ કાઉન્સિલિંગ 2020ના ત્રીજા રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ આજથી એટલે કે 19 જાન્યુઆરીથી શરૂ કરાશે. કાઉન્સેલિંગમાં હાજરી આપનારા ઉમેદવારો 23 જાન્યુઆરી સુધી ઓફિશિયલ વેબસાઇટ aaccc.gov.in પર જઇને અરજી કરી શકશે.AACCC દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યૂલ મુજબ, ચોઇસ ફિલિંગ અને લોકીંગ ફેસિલિટી આયુષ કાઉન્સિલિંગ 2020ના ત્રીજા રાઉન્ડ માટે 24 જાન્યુઆરી, 2021 સુધી ઉપલબ્ધ રહેશે. ઉમેદવારો 24 જાન્યુઆરી સુધીમાં તેમની પસંદગીની ઇન્સ્ટિટ્યૂટની ચોઇસ ભરીને સરળતાથી લોક કરી શકે છે.તેમજ, ત્રીજા રાઉન્ડના કાઉન્સેલિંગનું રિઝલ્ટ 27 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. રિઝલ્ટ જાહેર થયા બાદ ઉમેદવારોએ અલોટેડ કોલેજમાં એડમિશન માટે 28 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન એડમિશન માટે હાજર રહેવું પડશે.

  • --સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ aaccc.gov.in પર જાઓ.
  • --હોમપેજ પર "UG counselling" લિંક પર ક્લિક કરો.
  • --હવે માગવામાં આવેલી માહિત દાખલ કરીને લોગ ઇન કરો.
  • --માહિતી ભર્યા બાદ ફોર્મની પ્રિંટઆઉટ કાઢી લો.

Download Our B K News Today App



Related News