6000mAhની બેટરીથી સજ્જ છે રેડમી 9 પાવર, રિયલમી નાર્જો 10 છે ક્લોઝ કોમ્પિટિટર; જાણો બંને ફોનમાંથી કયો બેસ્ટ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 11:50:26
  • Views : 336
  • Modified Date : 2020-12-21 11:50:26

    કેટલાક દિવસ પહેલાં જ શાઓમીએ તેનો લૉ બજેટ સ્માર્ટફોન રેડમી 9 પાવર લોન્ચ કર્યો છે. કંપનીએ તેના 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. બંને 12 હજાર રૂપિયા કરતાં ઓછી પ્રાઈસ બેન્ડમાં ઉપલબ્ધ છે. સસ્તો સ્માર્ટફોન તેના દમદાર સ્પેસિફિકેશનને લીધે ચર્ચામાં છે. તેમાં 6000mAhની બેટરી અને 48MP પ્રાઈમરી કેમેરા મળે છે. તો આવો ફર્સ્ટ ઓપિનિયનથી જાણીએ ફોનમાં શું નવું મળશે અને માર્કેટમાં તેનો કયો ક્લોઝ કોમ્પિટિટર છે.ભારતમાં રેડમી 9 પાવરના 2 સ્ટોરેજ વેરિઅન્ટ અવેલેબલ છે. તેનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4GB+128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે.સ્માર્ટફોનના 4 કલર વેરિઅન્ટ અવેલેબલ છે, જેમાં બ્લેઝિંગ બ્લૂ, ઈલેક્ટ્રિક ગ્રીન, ફેરી રેડ અને માઈટી બ્લેક સામેલ છે.તે એમેઝોન સાથે Mi.com અને Mi હોમ્સ અને Mi સ્ટોર પર અવેલેબલ છે.ફોનનો પ્રથમ સેલ 22 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે શરૂ થશે. ફોન ટૂંક સમયમાં ઓફલાઈન રિટેલર્સનાં માધ્યમથી ઉપલબ્ધ થશે.


    •     ફોન 4 કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે, જેમાં ફેરી રેડ કલર યુનિક લાગે છે.સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.ફોનમાં સ્પ્લેશ પ્રૂફ નેનો કોટિંગ મળે છે, જે પાણીના હળવા છાંટાઓથી ફોનને સુરક્ષિત રાખે છે.સ્ક્રેચ અને ડેમેજથી બચાવા માટે ફોનની ડિસ્પ્લેમાં ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળે છે. આંખો સુરક્ષિત રહે તે માટે ફોનમાં TUV Rheinland (લૉ બ્લૂ લાઈટ સર્ટિફિકેશન) સર્ટિફાઈડ રીડિંગ મોડ મળે છે.ખાસ વાત એ છે કે ફોનમાં રસ્ટ રેઝિસ્ટન્સ પોર્ટ અને ઓટો ક્લીનિંગ સ્પીકર્સ આપવામાં આવ્યા છે.કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ સી પોર્ટ, IR બ્લાસ્ટર અને 3.5mmનો ઓડિયો જેક મળે છે.ફોનમાં 6000mAhની બેટરી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે બેટરી 3 વર્ષ સુધી કોઈ પણ એરર વગર કામ કરશે.બેટરીમાં અલ્ટ્રા બેટરી સેવર મોડ સહિત રિવર્સ ચાર્જ સપોર્ટ જેવાં ફીચર મળે છે. ફુલ ચાર્જમાં તે 695 કલાકનો સ્ટેન્ડ બાય ટાઈમ/215 કલાકનો મ્યુઝિક પ્લેબેક/ 13.5 કલાક ગેમિંગ/ 26 કલાક વીડિયો પ્લેબેક/ 45 કલાક કોલિંગ અથવા 10 કલાક સુધી વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.

    •     ફોનમાં ચાર કેમેરા આપ્યા છે. મેન 48MPનો કેમેરા છે. આ ઉપરાંત 8MPનો અલ્ટ્રા-વાઈડ-એન્ગલ લેન્સ, 2MPનું ડેપ્થ સેન્સર અને 2MPનો મેક્રો લેન્સ છે. કેમેરામાં મૂવી ફ્રેમ, ટાઈમ લેપ્સ, નાઈટ મોડ અને કલર ફોકસ જેવા ફીચર્સ છે.આ પ્રાઈસ બેન્ડમાં ઘણા અન્ય સ્માર્ટફોન અવેલેબલ છે પરંતુ માર્કેટમાં ક્લોઝ કોમ્પિટિટર રિયલમી નાર્ઝો 10 છે. નાર્ઝો 10 એકમાત્ર 4GB+128GB વેરિઅન્ટમાં અવેલેબલ છે, તેની કિંમત 11,999 રૂપિયા છે. તો રેડમી 9 પાવરના ટોપ વેરિઅન્ટ (4GB+128GB)ની કિંમત 11,999 રૂપિયા છે. ટેબલ કમ્પેરિઝનથી સમજીએ કિંમતમાં કયો ફોન સારો છે...


    •     રેડમી 9 પાવરરિયલમી નાર્જો 10ડિસ્પ્લે સાઈઝ6.53 ઈંચ6.5 ઈંચડિસ્પ્લે સાઈઝFHD+ IPSHD+ LCDOSએન્ડ્રોઈડ 10 બેઝ્ડ MIUI 12એન્ડ્રોઈડ 10 બેઝ્ડ રિયલમી UIપ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 662મીડિયાટેક હીલિયો G80રેમ+સ્ટોરેજ4GB+64GB, 4GB+128GB4GB+128GBરિયર કેમેરા48MP+8MP+2MP+2MP48MP+8MP+2MP+2MPફ્રન્ટ કેમેરા8MP16MPબેટરી6000mAh વિથ18W5000mAh વિથ 18Wકિંમત

      4GB+64GB: 10,999 રૂપિયા

      4GB+128GB: 11,999 રૂપિયા

      4GB+128GB: 11,999 રૂપિયા

      •     ટેબલમાં જોઈ શકાય છે કે, બંને ફોન એકબીજાના ટક્કરના કોમ્પિટિટર છે.બંનેમાં એક સરખી ડિસ્પ્લે છે. રેડમી 9 પાવરમાં 6.53 ઇંચની ડિસ્પ્લે છે જ્યારે નાર્ઝો 10માં 6.5 ઇંચની, એટલે કે નહિવત અંતર છે.રિયર કેમેરા સેન્સર બંને ફોનમાં એક સરખા છે, માત્ર સેલ્ફી કેમેરામાં થોડું અંતર છે. સેલ્ફી કેમેરા મામલે 16MP લેન્સની સાથે નાર્ઝો 10 આગળ છે.બેટરીની વાત કરીએ તો 6000mAh બેટરી સાથે રેડમી 9 પાવર ઘણો આગળ છે, જ્યારે નાર્ઝો 10માં 5000mAh બેટરી છે. બંનેમાં 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.11,999 રૂપિયાના બજેટમાં રેડમી 9 પાવર અને રિયલમી નાર્ઝો 10, આ બંને દમદાર ફોન છે. બેટરી પ્રાયોરિટી હોય તો રેડમી 9 પાવર અને સેલ્ફી કેમેરા પ્રાયોરિટી હોય તો રિયલમી ફોન ખરીદી શકો છો.




Download Our B K News Today App



Related News