લોકોએ એન્ટ્રી લેવલને બદલે મોડર્ન અને ફીચર રિચ ગાડીઓ ખરીદી, પહેલીવાર અલ્ટોને પછાડીને સ્વિફ્ટ ટોપ પર રહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 14:24:08
  • Views : 330
  • Modified Date : 2021-01-09 14:24:08

    વર્ષ 2020 ઓટો નિર્માતાઓ માટે ઘણું મુશ્કેલભર્યું રહ્યું પરંતુ ગત વર્ષના સેલ્સ રિપોર્ટમાં ઘણા રસપ્રદ આંકડા જોવા મળ્યા. 15 વર્ષથી માર્કેટમાં હાજર મારુતિ સ્વિફ્ટે પહેલી વખત પોતાની જ બ્રાંડની સૌથી વધુ વેચાયેલી મિની કાર અલ્ટોને પછાડીને ભારતની બેસ્ટ સેલિંગ કારનું બિરુદ પ્રાપ્ત કર્યું.મારુતિ અલ્ટોની પ્રારંભિક કિંમત 2.95 લાખ રૂપિયા જે 4.36 લાખ રૂપિયા સુધી છે, જ્યારે સ્વિફ્ટની પ્રારંભિક કિંમત 5.19 લાખ રૂપિયા છે, જેના ટોપ વેરિઅન્ટની કિંમત 8.02 લાખ રૂપિયા છે. એટલે કે જોવા જઈએ તો બંનેની પ્રારંભિક કિંમતમાં લગભગ 2.24 લાખ રૂપિયાનું અંતર છે. દેખીતી રીતે જોવા જઈએ તે સ્વિફ્ટ વધારે મોડર્ન અને ફીચર રિચ હેચબેક છે.

    પરંતુ મહામારી અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થામાં આખરે કેમ ઉપભોક્તાઓએ નાની અને સસ્તી અલ્ટોની જગ્યાઓ મોંઘી સ્વિફ્ટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, તે જાણવા માટે અમે એક્સપર્ટ સાથે વાત કરી...ઓટો એક્સપર્ટ અમિત ખરે (ASK Guru)એ દિવ્ય ભાસ્કરને તેની પાછળનું કારણ જણાવ્યુ, તેમણે કહ્યું કે, ભારતીય હંમેશાં લોન્ગ-ટર્મ માટે કાર ખરીદવાનું પસંદ કરે છે. અલ્ટો હંમેશાંથી જ એન્ટ્રી લેવલ કાર રહી છે. મોટાભાગે તેને ફર્સ્ટ ટાઈમ બાયર્સ ખરીદવાનું પસંદ કરે છે અને સ્વિફ્ટ હંમેશાંથી અપ માર્કેટ કાર રહી છે.જે વધારે પ્રીમિયમ અને પાવરફૂલ હોવાની સાથે મોટી કારની ફીલ પણ આપે છે. જે લોકો બીજી કાર ખરીદી રહ્યા હોય છે તેઓ પણ સ્વિફ્ટને પ્રાથમિકતા આપે છે કેમ કે તેની રી-સેલ વેલ્યૂ અને ફ્યુલ એફિશિયન્સી પણ સારી છે.

  •     હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે, પહેલી કાર તરીકે પણ લોકો એન્ટ્રી લેવલની તુલનામાં તેનાથી ઉપરની કાર જેમ કે સ્વિફ્ટ, બલેનો અથવા મિની SUV ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. એક કારણ એ પણ છે કે યંગ જનરેશન પણ પૈસા કમાય છે તો તો ખર્ચ પણ વધારે કરે છે.તેના કારણે રેડી-ગો, ક્વિડ જેવી એન્ટ્રી લેવલ કાર માર્કેટમાંથી પોતાની પકડ ગુમાવી રહી છે. હ્યુન્ડાઈએ તો પોતાની એન્ટ્રી લેવલ કાર ઈઓનનું પ્રોડક્શન બંધ પણ કરી દીધું છે તેમજ મારુતિ પણ એન્ટ્રી લેવલ કારની રેન્જમાં પકડ ગુમાવી રહી છે.
  • તેના પર તેમણે કહ્યું કે 2020માં લોકો સમજી ગયા હતા કે એન્ટ્રી લેવલ કામ ઓછી ચલાવવા માટે સારી છે, વાસ્તવમાં વિશ્વસનીયતાની બાબતમાં તે એટલી સારી નથી જેટલી સ્વિફ્ટ જેવી કાર છે, કેમ કે નાની કારમાં ફીચર, સ્પેસ સહિત ઘણી વસ્તુઓની સાથે સમાધાન કરવું પડે છે.

        નિષ્ણાતોનું કહેવું છે કે, હ્યુન્ડાઈની નવી ક્રેટાને ઓટો ઓક્સપો 2020માં શોકેસ કરવામાં આવી હતી, જેના કારણે ક્રેટા લવર્સ જૂનીની જગ્યાએ નવી ક્રેટા લોન્ચ થવાની રાહ જોવા લાગ્યા, તેના કારણે પણ ક્રેટાના સેલ્સમાં ઘટાડો આવ્યો.તો બીજી બાજુ સેલ્ટોસ પ્રથમ દિવસથી જ BS6 એન્જિન સાથે અવેલેબલ છે, જે લોકોને Bs4 અને Bs6ને લઈને કન્ફયુઝન હતું તેમણે સેલ્ટોસ ખરીદવાનું પસંદ કર્યું. બીજું કારણ એ પણ છે કે સેલ્ટોસ ઘણી ફીચર રિચ SUV છે અને ક્રેટાની સરખામણીએ લુક્ઝ વાઈઝ પણ સારી છે. આથી લોકોએ સેલ્ટોસને મહત્ત્વ આપ્યું.


    •     જો કે, 2018માં ડિઝાયર પણ કુલ વેચાણના મામલે અલ્ટોને પાછળ પાડી ચૂકી છે અને ભારતમાં સૌથી વધારે વેચાયેલી કારનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. પરંતુ વર્ષ બદલાતા સ્થિતિ બદલાઈ અને 2019માં ફરીથી અલ્ટોએ પ્રથમ સ્થાન મેળવ્યું.2018માં ડિઝાયર 2,64,612 લાખથી વધારે યુનિટ વેચાણ સાથે ભારતમાં સૌથી વધારે વેચાતી કાર રહી અને આ દરમિયાન અલ્ટોના 2,56,661 યુનિટ વેચાયા હતા. 2019માં અલ્ટો 2,08,087 યુનિટ સાથે બેસ્ટ સેલિંગ કારના લિસ્ટમાં પ્રથમ નંબરે રહી.


Download Our B K News Today App



Related News