ડરને કારણે ભારતમાં નક્કી કરવામાં લક્ષ્યાંકના માત્ર 64% લોકોએ જ વેક્સિન લગાવી, જાણો આડઅસરનાં લક્ષણો શું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 11:55:19
  • Views : 329
  • Modified Date : 2021-01-24 11:55:19

    ભારતમાં 16 જાન્યુઆરીથી દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થયો છો. પ્રથમ ફેઝમાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી 8 દિવસમાં 15.37 લાખ લોકોને વેક્સિનેટ કરાયા છે. જોકે આ આંકડો ટાર્ગેટના 64% છે. તેના પાછળનું કારણ વેક્સિનના સાઈડ ઈફેક્ટ અને તેને લીધે લોકોનો ભય છે.

    દેશમાં અત્યાર સુધી 600થી વધારે લોકોમાં આડઅસરના કેસો સામે આવ્યા છે. કેટલાક રાજ્યોમાં વેક્સિન બાદ મૃત્યુના સમાચારો પણ છે. જોકે પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ વેક્સિન જાણવા મળ્યું નથી. આવો જાણીએ ભારતમાં વેક્સિનની આડઅસરો શું છે? વેક્સિન લગાવ્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? અને લોકોના મનમાં ભય શા માટે છે?નવી દિલ્હીના AIIMSમાં રુમેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ઉમાર કુમાર જણાવે છે કે ભારતમાં દરેક વ્યકિતના ડરનું કારણ અલગ અલગ છે. કેટલાક લોકો વેક્સિન પર ભરોસો નથી કરી રહ્યા તો કેટલાક લોકો વેક્સિનની આડઅસરથી ડરી રહ્યા છે.

    વેક્સિન માટે શરૂઆતમાં ઘણા ભ્રમ ફેલાવામાં આવ્યા છે. કહેવાયું છે કે વેક્સિન ટ્રાયલ વગર પાસ થઈ છે. તેને લીધે પણ લોકોના મનમાં ડર છે. જોકે હવે લોકોના મનમાં વિશ્વાસ પરત ફરી રહ્યો છે. વેક્સિનની જે પણ કોઈ આડઅસર થાય છે તે તરત જ થાય છે.

    નવી દિલ્હી, AIIMSના ડીએમ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સંજય કુમાર ચુઘ કહે છે કે, ફાઈઝરની વેક્સિનથી દુનિયાના કેટલાક દેશોમાં મૃત્યુના સમાચારો મળ્યા છે તેને લીધે લોકોના મનમાં ભય છે.ભારતમાં બે કંપનીઓની વેક્સિન લગાવવામાં આવી રહી છે. તેમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશિલ્ડ છે. બંને કંપનીઓએ ફેક્ટશીટ જાહેર કરીને જણાવ્યું છે કે તેમની વેક્સિન લગાવતા પહેલા અને બાદમાં કઈ વાતોનું ધ્યાન રાખવું.ડૉક્ટર ઉમા કુમારના જણાવ્યા પ્રમાણે, દરેક એન્ટિવાયરલ વેક્સિનમાં પણ કોરોના વેક્સિનની જેમ સમસ્યા આવી શકે છે. જો તમે સિવિયર એલર્જિક છો તો વેક્સિન ન લો. વેક્સિન લગાવતા પહેલા લોકોએ તેમની સમસ્યા જાતે જણાવી જોઈએ. જો સાઈડ ઈફેક્ટ થઈ રહી છે તો સપોર્ટિવ ટ્રીટમેન્ટ લઈ શકો છો. પરંતુ કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટ માત્ર એક-બે કલાકમાં જ મટી જાય છે.

    ડૉક્ટર સંજય ચુધ કહે છે કે, મારા ગ્રુપમાં જેટલા પણ ડૉક્ટરોએ અત્યાર સુધી વેક્સિન લગાવી છે, તેઓ બધા સ્વસ્થ છે. હા, એક મિત્રને તાવ, માથામાં દુખાનો, શરીરમાં દુખાવો થયો હતો. તેમજ કેટલાક લોકોમાં એલર્જીની સમસ્યા પણ સામે આવી રહી છે. ભારતમાં વેક્સિન લગાવવાથી મૃત્યુની કોઈ સીધી લિંક પણ નથી મળી. અત્યારે વેક્સિન લગાવ્યા બાદ જે 2 મોત થયા છે, તેઓ હાર્ટ અટેકના દર્દી હતા.

    ભારતીય વેક્સિન એટલા માટે પણ સારી છે, કેમ કે ભારતમાં વાઈરસ સંબંધિત બીમારીઓની સૌથી વધારે વેક્સિન બને છે. આ બાબતે દુનિયાની અન્ય વેક્સિનની તુલનામાં આપણો ટ્રેક રેકોર્ડ વધારે સારો છે. આપણી બંને વેક્સિનથી હર્ડ ઈમ્યુનિટી આવવાની સંભાવના વધારે છે.લોકોને વેક્સિન પર વિશ્વાસ આવે તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને ખુદ આગળ આવવું પડ્યું છે. તેમનું કહેવું છે કે વેક્સિનનેશ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે, જે પણ આડઅસરના કેસ સામે આવી રહ્યા છે તે સામાન્ય છે. તેમજ બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વેક્સિન લગાવશે.


Download Our B K News Today App



Related News