સતત ઘરેથી કામ કરવાથી અને અભ્યાસ કરવાથી તમે ‘DEMON’નો શિકાર થઈ શકો છો, જાણો તે શું છે અને કેવી રીતે બચશો?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 12:47:14
  • Views : 307
  • Modified Date : 2021-01-11 12:47:14

`    શું તમે કોરોનાકાળમાં સતત વર્ક ફ્રોમ હોમ કે પછી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છો? જો હા તો તમારે 2 વાર વિચારવાની જરૂર છે કે તમે કોરોનાથી તો બચી રહ્યા છો પરંતુ એવી બીમારીઓથી સંપડાઈ શકો છો જે તમને આજીવન પરેશાન કરી શકે છે.એક સ્ટડી પ્રમાણે, દુનિયાભરમાં વર્ક ફ્રોમ હોમ કરનારા 50%થી વધારે વયસ્ક જોબ અને વર્ક ફ્રોમ હોમના બેલેન્સ બનાવવાના ચક્કરમાં એન્ઝાયટીની ચપેટમાં આવી ચૂક્યા છે. એસ્ટર ડીએમ હેલ્થકેરના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર અલીશા મોપેને વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોથી સંબંધિત 5 ખતરનાક વસ્તુ આઈડેન્ટિફાય કરી છે. તેમણે તેને ‘DEMON’ અર્થાત ભૂત અર્થાત પિશાચ નામ આપ્યું છે. ‘DEMON’ ના 5 અક્ષર અલગ અલગ જોખમ વિશે જણાવે છે.

    મોપેનના જણાવ્યા પ્રમાણે, જે લોકો લોકડાઉન અથવા આઈસોલેશનને લીધે વર્ક ફ્રોમ હોમ અથવા ઓનલાઈન સ્ટડી ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમણે DEMONથી છૂટકારો કેવી રીતે મેળવવો તેની રીત શોધવી પડશે નહિ તો આ 5 સમસ્યા જિંદગીભર માટે મુશ્કેલી બની શકે છે. આપણી જિંદગી ઘણી લાંબી છે તેથી તે જરૂરી છે કે આપણે આપણા ઘરમાં રહેલા DEMON અર્થાત પિશાચની ઓળખ કરી તેને દૂર કરીએ.કોરોનાકાળમાં આપણો સૌ ફિઝિકલ વર્લ્ડથી ડિજિટલ વર્લ્ડમાં દાખલ થયાં છે અને તેની કિંમત પણ આપણે ચૂકવી રહ્યા છીએ. ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસે આપણા કામ, અભ્યાસ અને કમ્યુનિકેશનને સરળ બનાવ્યું છે, પરંતુ મિત્રો અને પરિવારથી ફિઝિકલી દૂર થયા છીએ. હવે આપણે પહેલાં કરતાં વધારે સ્ક્રીન પર નિર્ભર બન્યા છે. 2021માં ઝૂમ પર ડેઈલી મીટિંગ કરનારા યુઝર્સની સંખ્યા 30 કરોડથી વધારે પહોંચી શકે છે. માઈક્રોસોફ્ટને આશા છે કે આ વર્ષે યુઝર્સ એક દિવસમાં 30 બિલિયન મિનિટ સુધી પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.

    નેટફ્લિક્સે વર્ષના પહેલાં 6 મહિનામાં 2.6 કરોડ સબસ્ક્રાઈબર્સ જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. ગૂગલ ક્લાસરૂમને આશા છે કે તેના યુઝર્સ ગત વર્ષ કરતાં બમણા થશે. આ રીતે આપણે ધીરે ધીરે આપણી જરૂરિયાતો માટે આવી તમામ કંપનીઓની એપ અને પ્લેટફોર્મ પર નિર્ભર થઈ રહ્યા છીએ. નોમોફોબિયા અર્થાત મોબાઈલ વગર રહેવાનો ડર આ 2020માં દુનિયામાં વધી ગયો છે. આવી સ્થિતિમાં ડિજિટલ ડિટોક્સ અર્થાત થોડા થોડા સમય માટે પોતાને સ્માર્ટ ડિવાઈસથી દૂર રાખવાની રીત આપણને સેફ રાખશે.

    ડિવાઈસ એડિક્શન અને સ્ક્રીન ટાઈમ વધવાથી આપણી આંખોનું કામ વધ્યું છે. તેને લીધે આંખ સંબંધિત બીમારી સામે આવી રહી છે. ઓનલાઈન લર્નિંગ, ગેમિંગ અને એન્ટરટેઈનમેન્ટથી બાળકોમાં માયોપિયા અર્થાત નજીકની દૃષ્ટિ દોષ સમસ્યા થઈ રહી છે. દુનિયાભરમાં 6થી 19 વર્ષ સુધીના બાળકોમાં માયોપિયાના મામલા વધવા લાગ્યા છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં 40% બાળકોમાં માયોપિયાની સમસ્યા જોવા મળી રહી છે. એશિયાઈ બાળકોમાં પણ આ સમસ્યા છે.વયસ્ક લોકો કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ અર્થાત ડિજિટલ આઈ સ્ટ્રેનની સમસ્યાથી પીડિત છે. આંખો પર સોજો, સતત માથાનો દુખાવો ઓછું અથવા ઝાંખું દેખાવું તેનાં લક્ષણો છે. તેનાથી બચવા માટે તમારે રેગ્યુલર આઈ ચેક કરાવવું જરૂરી છે. સ્ક્રીન ટાઈમ દરમિયાન દર 20 મિનિટે 20 ફૂટ દૂરની વસ્તુને 20 સેકન્ડ સુધી જોવાની રહેશે. સાથે જ બને ત્યાં સુધી સ્ક્રીન ટાઈમ ઓછો કરો.

    ઘરે સતત અનેક કલાકો સુધી અભ્યાસ અને ઓફિસના કામ કરવાથી ડોક અને કમરનો દુખાવો સામાન્ય થઈ ગયો છે. જો કે, કમર અને ડોકને બહુ ઓછીવાર હલાવવાથી આ સમસ્યા વધી રહી છે. જો આગળ પણ આવું રહેશે તો આ તકલીફ કાયમી બની શકે છે અને સારવાર માટે ડૉક્ટર પાસે જવું પડશે.તેના કેટલાક સોલ્યુશન છે જેમ કે તમે ઊભા રહીને ટેબલ પર તમારું કામ કરો કે એવી ખુરશી ખરીદો જેની પર બેસવાથી કમરને સારો સપોર્ટ મળે, તમે હાથ, ડોક અને કમરને સ્ટ્રેચ કરી શકો. આ ઉપરાંત નાનો બ્રેક પણ લઈ શકો છો. એકવારમાં 1 કલાક માટે પણ આ કામ કરી શકો છો.

Download Our B K News Today App



Related News