હવે BSNLના બ્રોડબેન્ડ પ્લાન્સ સાથે OTT બેનિફિટ્સ પણ મળશે, એરટેલે પણ નવા પ્લાન લોન્ચ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:55:13
  • Views : 279
  • Modified Date : 2021-01-17 11:55:13

    હવે BSNLના બ્રોડબેન્ડ પ્લાન સાથે OTT બેનિફિટ્સ પણ મળશે. BSNLએ બે પ્રકારની કિંમતના OTT-એડ-ઓન પેક લોન્ચ કર્યાં છે. પહેલા ત્રણ મહિના માટે તમારે પેક ખરીદવા પર દર મહિને 129 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા ત્રણ મહિના પૂરા થયા પછી ભાવ વધીને દર મહિને 199 રૂપિયા થઈ જશે.એડ-ઓન પેક સાથે યુઝર્સને વૂટ સિલેક્ટ (Voot Select), સોની લિવ સ્પેશિયલ, G5, YuppTV (ફર્સ્ટ-ડે ફર્સ્ટ શો) અને YuppTV મૂવીનું સબ્સ્ક્રિપ્શન મળશે. એડ-ઓન પેક 18 જાન્યુઆરીથી દરેક સર્કલમાં મળવાનું શરૂ થઈ જશે.એરટેલ અને જીયો બ્રોડબેન્ડ પ્લાનમાં OTT બેનિફિટ્સ કોઈ વધારાનો ચાર્જ લીધા વિના આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, BSNL માટે આ કંપનીઓ સાથે કોમ્પિટીશન કરવી સરળ નહીં રહે.

    BSNLના સિલેક્ટેડ ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન 'સુપર સ્ટાર 300GB/મહિનો' (દર મહિને 779 રૂપિયા), 'સુપર સ્ટાર 500GB/મહિનો' (દર મહિને રૂ .999), 'ફાઈબર પ્રીમિયમ' (દર મહિને 999 રૂપિયા) અને 'ફાઇબર અલ્ટ્રા' (દર મહિને રૂ. 1,499) ) ડિઝ્ની + હોટસ્ટાર પ્રીમિયમનું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે.એરટેલ 3,999 રૂપિયામાં એરટેલ એક્સસ્ટ્રીમ બ્રોડબેન્ડ પ્લાન લાવી છે. એરટેલે જીયો ફાઇબરના પ્લેટિનમ પ્લાન જેટલી જ કિંમતમાં આ પ્લાન રજૂ કર્યો છે. એરટેલના જણાવ્યા મુજબ, એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર 3,999 રૂપિયાનો પ્લાન છે, જે ઘર અને નાની ઓફિસમાં વધુ સારી કનેક્ટિવિટીને સક્ષમ કરવા 1GBPS 4x4 વાઇ-ફાઇ રાઉટર સાથે આવે છે.

    એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબરના 1GBPS બ્રોડબેન્ડ પ્લાન પર 3,999 રૂપિયામાં એક એરટેલ એક્સસ્ટ્રીમ બોક્સ પણ ફ્રીમાં આપવામાં આવે છે, જે એરટેલ એક્સ્ટ્રીમ એપ લાઇબ્રેરીથી 550 ટીવી ચેનલ્સ અને OTT કન્ટેન્ટને એક્સેસ કરવાની મંજૂરી આપે છે, જેમાં 7 OTT એપ અને 5 સ્ટુડિયો સામેલ છે. આ એમેઝોન પ્રાઇમ વીડિયો અને ZEE5 જેવી વીડિયો સ્ટ્રીમિંગ એપ્સની મેમ્બરશિપ પણ આપે છે.જીયોના 3,999 રૂપિયાના પ્લેટિનમ પ્લાનમાં 1GBPSની સ્પીડ, મેમ્બરશિપ કોલિંગ બેનિફિટ અને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝ્ની + હોટસ્ટાર VIP સહિત 15 OTT એપ્સ સાથે આવે છે.

Download Our B K News Today App



Related News