હવે કોઈપણ યુઝર એરટેલ એક્સટ્રીમ સર્વિસનો ઉપયોગ કરી શકશે, વાંચો સબસ્ક્રિપ્શનથી લઈને કન્ટેન્ટ સુધીની સંપૂર્ણ જાણકારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 15:04:37
  • Views : 326
  • Modified Date : 2020-12-23 15:04:37

    એરટેલ એક્સટ્રીમ, વેબ સ્ટ્રીમિંગ સર્વિસ જે પહેલા માત્ર એરટેલ યુઝર્સ માટે મર્યાદિત હતી, હવે તે તમામ લોકો માટે ઉપલબ્ધ છે. નવા અપડેટની સાથે તમે એરટેલ એક્સટ્રીમ પર તમારી પસંદગીનું કન્ટેન્ટ જોઈ શકો છો, ભલે તમે એરટેલ નેટવર્ક પર ન હોવ. આ સર્વિસ 49 રૂપિયા મહિને અને વાર્ષિક 499 રૂપિયામાં ઉપલબ્ધ છે. એરટેલે એક્સટ્રીમ સર્વિસ દ્વારા ઈરોસ, હંગામા પ્લે અને Zee5 સહિત ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મથી ટીવી શો અને 10,000થી વધારે ફિલ્મો રજૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં 13 ભારતીય ભાષાઓનો પણ સપોર્ટ મળશે.જેમ કે, શરૂઆતમાં ગીઝબોટ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો કે હવે નોન-એરટેલ યુઝર્સ માસિક અથવા વાર્ષિક આધાર પર એક્સટ્રીમ પ્રીમિયમ પ્લાન ખરીદીને એરટેલ એક્સટ્રીમથી કન્ટેન્ટ જોઈ શકે છે, શેર કરી શકે છે અને ડાઉનલોડ કરી શકે છે.

    એરટેલ નેટવર્ક પર હાજર યુઝર્સને અત્યાર સુધી માત્ર કન્ટેન્ટ દ્વારા બ્રાઉઝ કરવાની મંજૂરી નહોતી.એક વખત ખરીદ્યા બાદ સર્વિસ તમામ લિસ્ટેડ ફિલ્મો, ટીવી શો અને પ્રીમિયમ કન્ટેન્ટ પ્રદાન કરે છે, જેમાં ઈરોસ, હંગામા પ્લે, લોયન્સગેટ પ્લે, શેમારૂ, અલ્ટ્રા, અને Zee5 જેવા પ્લેટફોર્મના ઓરિજિનલ સામેલ છે. આ સર્વિસ 350થી વધારે લાઈવ ટીવી ચેનલો સુધી પહોંચ પ્રદાન કરે છે. જો કે ચેનલ સપોર્ટ હજી સુધી એરટેલ યુઝર્સ સુધી મર્યાદિત હોવાનું જણાય છે અને હજી સુધી નોન-એરટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી.

  •     કન્ટેન્ટ જોવા ઉપરાંત એરટેલ એક્સટ્રીમ તમને ઓફલાઈન એક્સેસ માટે કોઈપણ લિસ્ટેડ મૂવી અથવા શોને ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. તમે તમારી પસંદગીનું કન્ટેન્ટ ડાયરેક્ટ એરકેટ એક્સટ્રીમ એપથી પણ શેર કરી શકો છો.એરટેલ એક્સટ્રીમ તમને મલ્ટી ડિવાઈસ એક્સેસની સુવિધા આપે છે જેથી તમે વધુમાં વધુ પાંચ ડિવાઈસ પર એક લોગઈનનો ઉપયોગ કરી શકો. તે સિવાય તમે તમારા મોબાઈલ ફોન પર એકસટ્રીમ એપનો ઉપયોગ કરી શકો છો અને તમારા કન્ટેન્ટને તમારા ટીવી સાથે કનેક્ટ કરી શકો છો.જો તમે તમારા મોબાઈલ ફોન પર કન્ટેન્ટ જોવા નથી માગતા તો તમે તમારા બ્રાઉઝર પર ડાયરેક્ટ કન્ટેન્ટ જોવા માટે તમારા ફોન નંબરની સાથે એરટેલ એક્સટ્રીમ વેબસાઈટ પર પણ લોગઈન કરી શકો છો.
    •     એરટેલ તેના પ્રીપેડ, પોસ્ટપેડ, બ્રોડબેન્ડ અને DTH યુઝર્સને ફ્રીમાં એક્સટ્રીમ સર્વિસ પ્રદાન કરે છે. પ્રીપેડ ગ્રાહકોના કેસમાં સર્વિસને પ્રીમિયમ કન્ટેન્ટ સુધી પહોંચ પ્રદાન કરવા માટે એક પાત્ર યોજનાની જરૂર હોય છે. એરટેલ પ્રીપેડ ગ્રાહક એક્સટ્રીમ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન 49 રૂપિયા મહિને અથવા વાર્ષિક 499 રૂપિયા પર લઈ શકાય છે. આ જ કિંમતો હવે નોન-એરટેલ ગ્રાહકો માટે વધારી દેવામાં આવી છે.એન્ડ્રોઈડ અને ios બંને ડિવાઈસિસ પર ડાઉનલોડ કરવા માટે ઉપબલ્ધ થતી એક્સટ્રીમ એપથી More-> Plans & Offers-> Recommended Packs દ્વારા એરટેલ એક્સટ્રીમ સર્વિસની મેમ્બરશિપ લઈ શકાય છે.તે પ્રકાશિત કરવું જરૂરી છે કે મેમ્બરશિપ લેવા છતાં એરટેલ એક્સટ્રીમ તમારા બેનર અને પ્રી-રોલ જાહેરાતો બતાવશે. તે પરંપરાગત OTT પ્લેટફોર્મથી વિપરીત છે જે તમારી પ્રીમિયમ યોજનાઓ માટે કોઈપણ જાહેરાતની સેવા નથી લેતી.એરટેલે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પોતાના એરટેલ ટીવીના નવા વર્ઝન તરીકે એક્સટ્રીમ સર્વિસ શરૂ કરી. આ સેવા જિયોટીવી અને Vi મૂવી અને ટીવીને પડકારવા માટે શરૂ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News