એન્ડ્રોઈડ યુઝર્સ માટે નેટફ્લિક્સ નવાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે, ઓટોમેટિક નેક્સ્ટ એપિસોડ પ્લે થતાં રોકી શકાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-01 13:08:39
  • Views : 288
  • Modified Date : 2021-02-01 13:08:39

    નેટફ્લિક્સ એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક નવું ફીચર ટેસ્ટ કરી રહી છે. AC, ટીવી જેવાં ગેજેટમાં મળતાં સ્લીપ ટાઈમર ફીચરનું કંપની ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરનું ટેસ્ટિંગ કંપની ગ્લોબલી કરી રહી છે. જોકે આ ફીચર માટે iOS યુઝર્સે થોડી રાહ જોવી પડશે.

    ધ વર્જ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, આ ફીચરમાં યુઝર્સને 4 પ્રકારના ટાઈમ સેટિંગ મળશે. તેમાં 15 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ અને યુઝર જુએ તેના અંત સુધીનો ઓપ્શન મળશે. આ ટાઈમ લિમિટ પૂરી થતાં નેટફ્લિક્સ આપમેળે તમે જે પણ કન્ટેન્ટ જોઈ રહ્યા હશો તેને સ્ટોપ કરી દેશે. જો તમે તમારી કોઈ મનપસંદ મૂવી જોઈ રહ્યા છો અને તમે ટાઈમર 30 મિનિટનું સેટ કર્યું છે તો 30 મિનિટ બાદ તે આપમેળે બંધ થઈ જશે.આ ફીચરથી યુઝર્સને અનેક લાભ થશે. પહેલાં તો યુઝર્સ સમયસર ઊંઘ લઈ શકશે. સાથે જ તે ફોનની બેટરી બચાવશે અને ઓટોમેટિક નેક્સ્ટ એપિસોડ પ્લે કરતાં પણ રોકશે. હાલ નેટફ્લિક્સ એન્ડ્રોઈડ ડિવાઈસ યુઝર્સ પર આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. ટીવી, લેપટોપ અને અન્ય ડિવાઈસ પર પણ આ ફીચર લોન્ચ થશે.

    તમારી મનપસંદ વેબ સિરીઝ અથવા મૂવી પ્લે કરો.અહીં અપર રાઈટ કોર્નરમાં તમને ક્લોક આઈકોન દેખાશે.આ આઈકોન પર ટેપ કરી 15 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ અથવા ફિનિશ શૉ પર ક્લિક કરો.

Download Our B K News Today App



Related News