NIFTએ એન્ટ્રન્સ એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર કર્યા, UG-PG કોર્સિસમાં એડમિશન માટે 14 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-01 15:50:24
  • Views : 286
  • Modified Date : 2021-02-01 15:50:24

    દેશભરમાં વિવિધ NIFT (નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી)એ વિવિધ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં સેશન 2021-22માં એડમિશન માટે થનારી એન્ટ્રન્સ એક્ઝામ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો એડમિશન પોર્ટલ applyadmission.net/nift2021નાં માધ્યમથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.NIFT એન્ટ્રન્સ એક્ઝામનું આયોજન 14 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. દેશભરમાં 17 કેમ્પસવાળી NIFT વિવિધ કોર્સિસમાં એડમિશન માટે થનારી પરીક્ષાનું આયોજન ઓફલાઈન ફોર્મેટમાં કુલ 32 શહેરોમાં કરવામાં આવશે. સાથે જ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા પરીક્ષા દરમિયાન તેના નિયમોનું ખાસ પાલન કરવામાં આવશે.

  • - સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ applyadmission.net/nift202 પર જાઓ.
  • - હોમપેજ પર ‘નિફ્ટ એડમિટ કાર્ડ ડાઉનલોડ’ની લિંક પર ક્લિક કરો.
  • - ઓપન થતાં નવાં પેજ પર તમારી ક્રેડેન્શિયલ્સ સબમિટ કરી લોગ ઈન કરો.
  • - લોગ ઈન કરતાં જ એડમિટ કાર્ડ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.

Download Our B K News Today App



Related News