મોટોરોલાનો અપકમિંગ ફ્લેગશિપ ફોન ઓનલાઈન સ્પોટ થયો, ક્વૉડ-કર્વ્ડ ડિસ્પ્લે અને 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 12:01:59
  • Views : 269
  • Modified Date : 2021-01-01 12:01:59

    મોટોરોલાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનનાં રેન્ડર્સ અર્થાત ગ્રાફિક્સથી બનેલી તસવીરો લીક થઈ છે. એવું માનવામાં આવે છે કે ફોનમાં ક્વૉડ કર્વ્ડ ડિસ્પ્લે મળી શકે છે. અર્થાત ફોનની ચારે બાજુ કર્વ્ડ ડિસ્પ્લે હશે. લેનોવો એક્ઝેક્યુટિવ ટેન જિને એક ફોનના બોક્સનો ફોટો શેર કર્યો હતો. આ અપકમિંગ ફ્લેગશિપ ફોન હોઈ શકે છે. રેન્ડર્સ પરથી સ્પષ્ટ છે કે ફોનમાં પંચ હોલ સેલ્ફી કેમેરા ડિસ્પ્લે મળશે.મોટોરોલાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનનાં રેન્ડર્સ અર્થાત ગ્રાફિક્સથી બનેલી તસવીરો લીક થઈ છે. એવું માનવામાં આવે છે કે ફોનમાં ક્વૉડ કર્વ્ડ ડિસ્પ્લે મળી શકે છે. અર્થાત ફોનની ચારે બાજુ કર્વ્ડ ડિસ્પ્લે હશે. લેનોવો એક્ઝેક્યુટિવ ટેન જિને એક ફોનના બોક્સનો ફોટો શેર કર્યો હતો. આ અપકમિંગ ફ્લેગશિપ ફોન હોઈ શકે છે. રેન્ડર્સ પરથી સ્પષ્ટ છે કે ફોનમાં પંચ હોલ સેલ્ફી કેમેરા ડિસ્પ્લે મળશે.

    આ ફોનનાં 2 રેન્ડર્સ સાથે બેક સ્કેચ પણ સામે આવ્યું છે. ચીનના CNMOના એક રિપોર્ટ પ્રમાણે, તેને સૌ પ્રથમ Weibo પર સ્પોટ કરવામાં આવ્યા છે. રેન્ડર્સ પરથી કહી શકાય કે ફોનના ટોપ સેન્ટરમાં પંચ હોલ મળશે. રેન્ડર્સમાં ફોનની બંને સાઈડ કોઈ પણ બટન જોવા મળી રહ્યા નથી. તેથી ઓન/ઓફ બટન અને વોલ્યુમ રોકર્સને ક્યા પ્લેસ કરવામાં આવષે તેના માટે રાહ જોવી પડશે.ફોનના સ્કેચ પરથી કહી શકાય કે તેમાં રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં કેમેરા એક લાઈનમાં અને ચોથો લેન્સ સાઈડમાં હશે. તેમાં LED ફ્લેશ લાઈટ પણ મળશે. રિઅરમાં ફિંગર પ્રિન્ટ સેન્સર પણ જોવા મળી રહ્યું નથી. અર્થાત ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી શકે છે. ફોનમાં નીચેની બાજુ ચાર્જિંગ પોર્ટ સાથે સ્પીકર ગ્રિલ જોવા મળી રહી છે.

    આ પહેલાં પણ મોટોરોલાના અપકમિંગ ફ્લેગશિપ સ્માર્ટફોનની ડિટેલ લીક થઈ હતી. રિપોર્ટ્ પ્રમાણે, આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 888 પ્રોસેસર મળશે. તેમાં હાઈ રિફ્રેશ રેટ AMOLED ડિસ્પ્લે પેનલ હશે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સાથે વાયરલેસ ચાર્જિંગ ફીચર પણ મળશે.



Download Our B K News Today App



Related News