MG ZS ફેસલિફ્ટને ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યાં, અડલ્ટ અને કિડ્સ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત સાબિત થઈ, ટૂંક સમયમાં જ ઇન્ડિયામાં લોન્ચ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 14:45:42
  • Views : 272
  • Modified Date : 2021-01-06 14:45:42

  •     બ્રિટિશ ઓટોમોબાઈલ કંપની એમજી (MG)ની ZS ફેસલિફ્ટને ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યાં છે. આ ક્રેશ ટેસ્ટ ASEAN NCAP દ્વારા કરવામાં આવ્યો હતો. MG ZSનું આ 1.5-લિટર C+ મોડેલ હતું. તેને થાઈલેન્ડમાં બનાવવામાં આવ્યું છે. તેમજ, તેનું વેચાણ પણ અત્યારે થાઇલેન્ડ અને વિયેતનામના માર્કેટમાં કરવામાં આવે છે.આ SUVને ચાર અલગ રીતે સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યાં છે. અડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 36.00માંથી 32.27 પોઇન્ટ મળ્યા છે. ફ્રંટલ ઇમ્પેક્ટ ટેસ્ટમાં 16.00માંથી 16.00 પોઇન્ટ મળ્યા છે. તેમજ, હેડ પ્રોટેક્શન ટેક્નોલોજી માટે 4.00માંથી 2.00 પોઇન્ટ મળ્યા છે.ડ્રાઇવર અને ફ્રંટ પેસેન્જરના માથા અને પગ માટે સેફ્ટી વધુ સારી હતી. જો કે, ડ્રાઇવરની છાતીની સુરક્ષાને ઓછાં રેટિંગ મળ્યાં છે, જ્યારે ફ્રંટ પેસેન્જરની છાતી અને સીધા ઘૂંટણની સેફ્ટી માટે વધુ સારા રેટિંગ મળ્યાં છે. એકંદરે ZSને અડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 90% અને 44.82 વેટ સ્કોર સાથે 5 સ્ટાર રેટિંગ મળ્યા છે.
  •     ZSને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 49.00 માંથી 40.96 પોઇન્ટ મળ્યા છે. ફ્રંટલ ઇમ્પેક્ટ ટેસ્ટમાં 16.00માંથી 14.00 પોઇન્ટ મળ્યા છે. સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટમાં 8.00 પોઇન્ટ્સમાંથી 8.00 મળ્યા છે. ચાઇલ્ડ સીટ ઇન્સ્ટોલેશન અસિસ્મેન્ટ માટે 12.00માંથી 9.98 પોઇન્ટ મળ્યા. તેમજ, વ્હીકલ બેઝ્ડ અસિસ્મેન્ટ માટે 13.00માંથી 9.00 પોઇન્ટ મળ્યા. એટલે કે, ZSને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન ટેસ્ટમાં 90% સ્કોર મળ્યો, જેમાં વેટ સ્કોર 20.90 રહ્યો.ZSની સેફ્ટી આસિસ્ટની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ સાથે ABS, ESC, સીટબેલ્ટ વોર્નિંગ સિસ્ટમ મળશે. પેસેન્જર્સની સાઇડ સેફ્ટી માટે તેમાં કર્ટેન એરબેગ્સ આપવામાં આવી છે. આ સેફ્ટી ફીચર ઓપ્શનલ છે.

        MG ZS અત્યારે ઇન્ડિયન માર્કેટમાં અવેલેબલ નથી. તેને થાઈ અને વિયેતનામ માર્કેટમાં જ વેચવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની ટૂંક સમયમાં તેને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. તેના ભારતીય મોડેલમાં 1.0-લિટર, ડાયરેક્ટ-ઇન્જેક્શન પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જે 111hp પાવર અને 160Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે. તેની ટોપ સ્પીડ 180kph હશે. તેમજ, તે ફક્ત 12.4 સેકંડમાં 0-100kphની સ્પીડ પકડી લેશે.



Download Our B K News Today App



Related News