જાન્યુઆરીથી LED ટીવી, ફ્રિજ અને વૉશીંગ મશીનની કિંમતમાં વધારો થશે, જાણો સામાન્ય માણસના બજેટ પર શું અસર થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 12:46:17
  • Views : 294
  • Modified Date : 2020-12-29 12:46:17

    ઓટો ઉદ્યોગ પછી હવે હોમ અપ્લાન્યસિસ સેગમેન્ટ્સે પણ તેમની પ્રોડક્ટ્સમાં ભાવવધારાની જાહેરાત કરી છે. રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરીથી LED ટીવી, ફ્રિજ અને વૉશીંગ મશીન જેવી હોમ અપ્લાયન્સિસ પ્રોડક્ટ્સમાં 10% સુધીનો ભાવવધારો થઈ શકે છે. તેનું કારણ કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ જેવી ધાતુઓની કિંમતમાં થયેલો ભાવવધારો છે. LG, પેનાસોનિક અને થોમસન સહિતની બ્રાન્ડ્સ જાન્યુઆરીથી પ્રોડક્ટ્સમાં વધારે કરશે.કાઉન્ટરપોઈન્ટના ટીવી ટ્રેકર સર્વિસના લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે, ભારતમાં ટીવી શિપમેન્ટ 2019માં તેના મેક્સિમમ 1.5 કરોડ યુનિટ સુધી પહોંચ્યું હતું. આ વૃદ્ધિ 15% હતી. તેનું કારણ મુખ્ય રૂપે બજેટ 32 ઈંચના સ્માર્ટ ટીવી છે.એક નવા રિપોર્ટ પ્રમાણે, આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમીએ ભારતના સ્માર્ટ ટીવી માર્કેટમાં 27% માર્કેટ શેર હાંસલ કર્યો ત્યાર બાદ 14% માર્કેટ શેર સાથે LG બીજા અને 10% માર્કેટ શેર સાથે સેમસંગ ત્રીજા ક્રમે છે. જ્યારે સોની 9% અને TCL 8% માર્કેટ શેર સાથે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.

  •     ભારતમાં ટીવી ઉદ્યોગની વેલ્યુ 2021માં 13.6 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. 2017માં તેની વેલ્યુ 10 બિલિયન ડોલરથી વધારે હતી. ટીવી દેશમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાઉન સેગમેન્ટનો પાર્ટ હતો. 2018માં ટીવીની પહોંચ 66% સુધી થઈ. તેમાં સેમી અર્બન અને ગ્રામીણ ક્ષેત્રોમાં વિવિધતા આવી. જ્યાં 197માંથી 109 ટીવી સેટ ગ્રામીણ ભારતના હતા.અનુમાન છે કે 2023 સુધી ડિજિટલ ટીવીનો માર્કેટ શેર 70% હશે. 2011માં સરકારે એક અધિનિયમ પસાર કર્યો જે દેશભરમાં એનાલોગ ટીવી કનેક્શન્સને 4 ફેઝમાં ડિજિટલ ટીવી કનેક્શન્સમાં પરિવર્તિત કરશે.તેમાંથી 3ને 2017 સુધી એક્ઝિક્યુટ કરવામાં આવ્યો હતો. કેબલ કનેક્શન, મલ્ટિ સિસ્ટમ ઓપરેટર, DTH અને હાઈ સ્પીડ ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેક્નોલોજી સહિત વિવિધ માધ્યમોથી ટેલિવિઝન કનેક્શનમાં સુધારો આવ્યો છે.2023 સુધી ભારતમાં DTH ગ્રાહકોની સંખ્યા 2013 કરતાં આશરે બમણી થઈ. ડિશ ટીવી, ટાટા સ્કાય, એરટેલ, વોડાફોન અને પ્રસાર ભારતીના માલિકિની ફ્રી ડિશ માર્કેટમાં મુખ્ય ખેલાડી રહી. zee એન્ટરટેનમેન્ટના માલિકીની ડિશ ટીવીની DTH સર્વિસ માર્કેટમાં મોખરે રહી.
    •     રેફ્રિજટેરનું પ્રોડક્શન વોલ્યુમ નાણાકીય વર્ષ 2020માં સમગ્ર ભારતમાં 12 મિલિયન (1.2 કરોડ) યુનિટથી વધારે રહ્યું. દક્ષિણ એશિયાના સમગ્ર દેશમાં રેફ્રિજરેટરનું બજાર મૂલ્ય 3.5 અબજ અમેરિકન ડોલરથી વધારે હતું. રેફ્રિજટેરનો કન્ઝ્યુમર અપ્લાયન્સ માર્કેટના 27% છે. ઘરેલુ ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને 2020 સુધી નવ ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક દરે વૃદ્ધિ પામવાની ધારણા હતી.ગ્રામીણ વિસ્તારમાં વધતા જતા વિદ્યુતીકરણે ઉપખંડમાં રેફ્રિજરેટર અને એર કન્ડીશનરની માગ વધારી છે. વૈશ્વિક સરેરાશની તુલનામાં ભારતમાં કન્ઝ્યુમર વસ્તુઓનો પ્રવેશ દર ઘણો ઓછો હતો. ગ્રામીણ વિસ્તાર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફ્રેક્ચરિંગ સેક્ટરમાં 100 ટકા FDI થવાની સંભાવનાની સાથે વિદેશી ખેલાડીઓ તરફથી મહત્ત્વપૂર્ણ રોકાણ આવ્યું. પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે 2019ની શરૂઆતમાં એક રાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક નીતિ પણ પસાર કરવામાં આવી હતી.નાણાકીય વર્ષ 2019માં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્શનમાં પાંચ ટકાથી વધારે વૃદ્ધિ દર જોવા મળ્યો. તાજેતરમાં FDI નીતિઓથી સપ્લાય ચેનથી વચેટિયાઓને દૂર કરીને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સંભાવના છે.
    •     કંપનીનું સૌથી સસ્તું LED TV મોડેલ (TH-24G100DX),જે હાલમાં 10,990 રૂપિયામાં ઉપલબ્ધ છે, તે ભાવવધારા પછી 1,200 રૂપિયા મોંઘું થઈ જશે.જ્યારે, 29,990 રૂપિયાનું હાઇ-એન્ડ LED TV મોડેલ TH-43G100DX, ભાવવધારા પછી આશરે 3,300 રૂપિયા સુધી મોંઘું થઈ જશે.1.62 લાખ રૂપિયાનું ટોપ-એન્ડ મલ્ટિ-ડોર રેફ્રિજરેટર (NR-D535YG-T) વધારા પછી 17 હજાર રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે.

Download Our B K News Today App



Related News