મહિલાઓ માટે BeU સ્માર્ટફોન લોન્ચ કર્યો, તેમાં પ્રી-લોડેડ સેફ્ટી એપ્સ મળશે, 5 જાન્યુઆરીએ 4 સ્માર્ટફોન લોન્ચ થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 12:48:18
  • Views : 301
  • Modified Date : 2020-12-23 12:48:18

    ભારતીય સ્માર્ટફોન મેકર લાવા કંપનીએ ફરીથી કમબેક કર્યું છે. કંપનીએ BeU બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનની ડિઝાઈન ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને કરી છે. કંપનીએ કહ્યું કે, ક્રિસ્ટલ-સ્ટડ ડેકો અને ફલોરલ સ્પીકર મેશ ફોનમાં છે. તેમાં ઘણી પ્રી-લોડેડ સેફ્ટી એપ્સ પણ છે.આ સ્માર્ટફોનના 2GB રેમ અને 32GB ઓનબોર્ડ સ્ટોરેજની કિંમત 6,888 રૂપિયા છે. કંપનીએ ફોન તેમની ઓફિશિયલ વેબસાઈટ પર લિસ્ટેડ કર્યો છે. યુઝર્સ પિંક કલરના ઓપ્શનમાં ફોન ખરીદી શકે છે.લાવા કંપની 5 જાન્યુઆરીએ નવા સ્માર્ટફોન લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે, તેની કિંમત 5000 રૂપિયાથી 15 હાજર રૂપિયા વચ્ચે હશે. દરેક સ્માર્ટફોનને ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકાશે. કંપની ફિટનેસ ટ્રેકિંગ ફીચર્સવાળા સ્માર્ટબેન્ડ પણ લોન્ચ કરવાનો પ્લાન કરી રહી છે.

  •     લાવા BeU સ્માર્ટફોન ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટ કરે છે. આ એન્ડ્રોઈડ 10 ગો એડિશન OS પર રન કરે છે. ફોનમાં 6.08 ઇંચ HD+ (720x1,560 પિક્સલ) વોટરડ્રોપ-નોચ ડિસ્પ્લે છે, સ્ક્રીનને 2.5D ગ્લાસથી પ્રોટેક્ટ કરી છે.ફોનમાં 1.6GHz ઓક્ટા-કોર પ્રોસેસર આપ્યું છે, જે 2GB રેમ ધરાવે છે, ફોનમાં ઓનબોર્ડ સ્ટોરેજ 32GB છે. તેને માઈક્રો SD કાર્ડથી 256GB સુધી વધારી શકાય છે.તેમાં ડ્યુઅલ-રિયર કેમેરા સેટઅપ આપ્યો છે. ફોનમાં 13MP પ્રાઈમરી લેન્સ છે. સેકન્ડરી લેન્સ 2MPનો છે. સેલ્ફી માટે 8MPનો લેન્સ છે.કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi 802.11 b/g/n,બ્લુટૂથ v4.2, GPS/ A-GPS, માઈક્રો-USB અને 3.5mm હેડફોન જેક આપ્યો છે. તેમાં બેક પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર છે.ફોનમાં 4,060mAh લિથિયમ પોલિમર બેટરી છે, કંપનીએ દાવો કર્યો છે કે સિંગલ ચાર્જમાં તે 16 કલાકનું ટોક ટાઈમ બેકઅપ આપે છે. સ્માર્ટફોનનું ડાયમેન્શન 155.5x73.3x9.82mm અને વજન 175.8 ગ્રામ છે.


Download Our B K News Today App



Related News