108MP કેમેરાની સાથે Mi 10i લોન્ચ, કંપનીનો દાવો છે કે સેમસંગ HM2 સેંસરથી સજ્જ ભારતનો પહેલો ફોન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:24:05
  • Views : 352
  • Modified Date : 2021-01-06 12:24:05

    શાઓમીએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Mi 10iને ભારતમાં લોન્ચ કરી દીધો. કંપનીનું કહેવું છે કે ભારતીય ગ્રાહકો માટે તેને ખાસ કરીને કસ્ટમાઈઝ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, ભારતનો પહેલો ફોન છે જે સેમસંગ HM2 સેંસરની સાથે આવે છે. ફોનની સૌથી મોટી હાઈલાઈટ તેનો રિઅર કેમેરા સેટઅપ, જે 108MPના મેઈન સેંસરથી સજ્જ છે, તે ઉપરાંત તેમાં સ્નેપડ્રેગન 750G પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.


  •     ભારતમાં તે ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેના 6GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20999 રૂપિયા, 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21999 રૂપિયા અને 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23999 રૂપિયા છે.ફોન પેસેફિક સનરાઈઝ, મિડનાઈટ બ્લેક અને એટલાન્ટિક બ્લુ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.તેને 7 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી એમેઝોન, Mi.com, Mi સ્ટૂડિયો સ્ટોર્સ અને Mi હોમ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. ઓપન સેલ 8 જાન્યુઆરી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.લોન્ચિંગ ઓફર અંતર્ગત ફોનની ખરીદી પર 10 હજાર રૂપિયાનું જિયો બેનિફિટ અને ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને EMI પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફોન MIUI 12 પર કામ કરે છે અને તેમાં 6.67 ઈંચની ફૂલ HD+ડિસ્પ્લે છે, જે 1,080x2,400 પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેમાં 120Hz રિફ્રેશ્ડ રેટ, 450 નિટ્સ પીક બ્રાઈટનેટસ અને 1500:01 કોન્ટ્રાસ્ટ રેશિયો મળે છે. ખાસ વાત એ છે કે, ડિસ્પ્લે HDR અને HDR10+ સપોર્ટની સાથે આવે છે અને તેના ફ્રન્ટ અને બેક બંને તરફ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે. તેમાં સ્માર્ટ આઈ પ્રોટેક્શન ફીચર્સ જેમ કે રીડિંગ મોડ 3.0, સનલાઈટ ડિસ્પ્લે 3.0 અને TUV રેહનલેંડ સર્ટિફિકેશન મળે છે.
  • ફોન 8NM પર બેસ્ડ ક્વાલકોમ સ્નેપડ્રેગન 750G અને એડ્રિનો 619 GPUથી સજ્જ છે, જે 8GB સુધી રેમ અને 128GB સુધીના સ્ટોરેજની સાથે જોડાયેલ છે.
  • ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વાડ રિઅર કેમેરા સેટઅપ મળે છે, જેમાં f/1.75 અપર્ચરની સાથે 108MP સેમસંગ HM2 સેંસર વિધ, f/2.2 અપર્ચર અને 120 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યુની સાથે 8MPનો અલ્ટ્રા-વાઈડ સજ્જ, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનો ડેપ્થ લેન્સ પણ સામેલ છે. સેલ્ફી માટે તેમાં 16MPનો લેન્સ છે.
 ફોનમાં 4,820mAh બેટરી છે, જે 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, 30 મિનિટમાં તે 68 ટકા સુધી બેટરી ચાર્જ થાય છે અને ફોનને 0-100 ટકા સુધી ચાર્જ થવામાં 58 મિનિટનો સમય લાગે છે.તેમાં 5G,USB ટાઈપ-C, 3.5MM ઓડિયો જેક, વાઈ-ફાઈ બ્લુટૂથ જેવા ફીચર્સ મળે છે. 214 ગ્રામ વજનના આ ફોનનું ડાયમેન્શન 165.38x76.8x9mm છે. ફોન સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેંસર, IP53 સ્પ્લેશ પ્રૂફ રેટિંગ, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, IR બ્લાસ્ટર જેવા ફીચર્સ પણ છે.

Download Our B K News Today App



Related News