CHSL ટિયર-1 પરીક્ષા માટે સ્ટાફ સિલેક્શન કમિશને ‘આન્સર કી’ જારી કરી, 21 ફેબ્રુઆરી સુધી ssc.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 12:56:42
  • Views : 237
  • Modified Date : 2021-01-23 12:56:42

    સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ પરીક્ષા 2019ના ટિયર 1 (CHSL)ની ફાઈનલ ‘આન્સર કી’ અને ક્વેશ્ચન પેપર જારી કરી દીધા છે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ઓફિશયલ વેબસાઈટ ssc.nic.in દ્વારા આન્સર કી અને ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી શકે છે. અગાઉ આયોગે 15 જાન્યુઆરીએ SSC CHSL 2019નું રિઝલ્ટ જારી કર્યું હતું.SSC CHSL ટિયર-1 પરીક્ષા 2019ની ‘આન્સર કી’ અને ક્વેશ્ચન પેપરને લઈને આયોગે ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન પણ જારી કર્યું છે. જારી નોટિફિકેશનના અનુસાર, પરીક્ષા પ્રણાલી અને ઉમેદવારોના હિતમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આયોગે SSC CHSL ટિયર-1 પરીક્ષા 2019ની ફાઈનલ આન્સર કી અને ક્વેશ્ચન પેપરને પોતાની વેબસાઈટ પર અપલોડ કરી દીધા છે.

    આયોગની તરફથી જારી ‘આન્સર કી’ અને ક્વેશ્ચન પેપર ઓફિશિયલ વેબસાઈટ પર 21 જાન્યુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નક્કી સમય પહેલા લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી આન્સર કી અને ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી લે. SSC CHSL ભરતી પરીક્ષા ટિયર-1, 17થી 19 માર્ચ 2020 અને 12થી 26 ઓક્ટોબર 2020ની વચ્ચે લેવામાં આવી હતી, જેમાં કુલ 44,856 ઉમેદવારો સફળ થયા.


Download Our B K News Today App



Related News